ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર કોરોના અપડેટઃ એક પોઝિટિવ, ત્રણ શંકાસ્પદ રિપોર્ટ સામે આવ્યા - positive

પોરબંદરમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે 3 રિપોર્ટ શંકાસ્પદ છે. 56 વર્ષીય પુરૂષને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. જો કે, તેમનો કોરોના રિપોર્ટ પેડિંગ છે.

પોરબંદર કોરોના અપડેટ
પોરબંદર કોરોના અપડેટ

By

Published : Jul 14, 2020, 4:50 AM IST

પોરબંદરઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે પોરબંદરમાં ખીજડી પ્લોટ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી પોરબંદરમાં આગાઉ પોઝિટિવ આવેલા કડીયા પ્લોટના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ખીજડી પ્લોટમાં રહેતા આસપાસના ઘરોને ક્વોરેન્ટાઈન કરવાની પ્રક્રિયા હાધ ધરી છે.

પોરબંદર કોરોના અપડેટ

  • કુલ સક્રિય કેસ - 7
  • કુલ ટેસ્ટ - 3945
  • કુલ ડિસ્ચાર્જ - 19
  • કુલ ક્વોરેન્ટાઈ હેઠળ - 2262
  • કુલ મૃત્યુ - 2

અન્ય ત્રણ શંકાસ્પદ કેસમાં ખીજડી પ્લોટમાં રહેતા 25 વર્ષના યુવાન તથા કાંટેલામાં રહેતા 34 વર્ષના ભજનિક અને ગોકાણી વાડી પાસે રહેતા 48 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ શંકાસ્પદ પોઝિટિવ આવ્યો છે. જેના ઘરે પણ આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી. આ તમામ શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષીય પુરૂષને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને સોમવારે પોરબંદરની સિવિલ હોસ્પિટલના સેમી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પુરૂષનું સેમ્પલ લેવામાં આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી રાજકોટની હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details