ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Congress: રાહુલ ગાંધીની સજા મામલે વિરોધ પ્રદર્શન કરતા અર્જુન મોઢવાડિયાને પકડી ગઈ પોલીસ - defamation case surat

પોરબંદરમાં પણ રાહુલ ગાંધીની સજાના મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં અર્જુન મોઢવાડિયા ની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકર્તા તેમજ આગેવાનોએ ભાજપ પક્ષ સામે દેખાવો કર્યા હતા. પોરબંદરના સુદામા ચોક ખાતે સંકલ્પ સત્યાગ્રહ કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શન થતા પોલીસે અર્જુન મોઢવાડિયા સહિત કાર્યકર્તા તથા આગેવાનોની કાયદેસર અટકાયત કરી પગલા લીધા હતા.

રાહુલ ગાંધીની સજાના વિરોધમાં ધરણા કરનાર ધારાસભ્ય મોઢવાડીયાની ધરપકડ
રાહુલ ગાંધીની સજાના વિરોધમાં ધરણા કરનાર ધારાસભ્ય મોઢવાડીયાની ધરપકડ

By

Published : Mar 27, 2023, 9:41 AM IST

રાહુલની સજા મામલે વિરોધ પ્રદર્શન કરતા મોઢવાડિયાને પોલીસ પકડી ગઈ

પોરબંદર:સુરતમાં રાહુલ ગાંધી સામે થયેલા માનહની ના કેસમાં સજા નું એલાન થતાં દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પક્ષે ભાજપ સામે આકરા પ્રહાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા ની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જેમાં મોદી સરકારમાં થયેલા ભાગેડુના કેસને લઈને મોઢવાડિયા નિવેદન આપ્યું હતું. જ્યારે પોરબંદર પોલીસે અર્જુન મોઢવાડિયા સહિત 20 જેટલા કાર્યકર્તાઓને અટકાયત કરી ઉઠાવી લીધા હતા.

બે વર્ષની જેલનું ફરમાન:સુરતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલ માનહાનીના કેસ માં બે વર્ષની જેલનું ફરમાન કરાયું છે. આ ઉપરાંત લોક સભાના સાંસદ પદ રદ કરવામાં આવતા તેનો વિરોધ આજે પોરબંદર સુદામા ચોક ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત 20 જેટલા કાર્યકર્તાઓ ની અટકાયત કરી હતી. ભાજપના રાજમાં ચોરને ચોર કહેવું ગુનો છે તેવું મોઢવાડીયા એ જણાવ્યું હતું.

આ પણ વાંચો Porbandar Accident : ધોરી માર્ગ પર કાર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારના મૃત્યુ

અબજો રૂપિયાનું ધન:વધુમાં કહ્યું કે દેશમાં ચોરી કરવી ગુનો નથી. વિજય માલ્યા નીરવ મોદી લલિત મોદી દેશનું અબજો રૂપિયાનું ધન ચોરી ગયેલ છે. એને કોઈ સજા નથી થઈ પરંતુ રાહુલ ગાંધીએ ચોરોને ચોર કહેતા તેમને બે વર્ષની સજા થઈ. એટલું જ નહીં લોક સભાના સાંસદ પદ પણ એક દિવસમાં જ રદ કરવામાં આવ્યું છે. જે દેશની લોકશાહી પર હુમલો છે.

આ પણ વાંચો Porbandar Crime News : બોખીરામાં ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ, ભૂંડના ઇજારાનો ડખો

આટલી મોટી સજા ?:આ ઉપરાંત મોઢવાડિયા એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ લલિત મોદી નીરવ મોદી અને વિજય માલ્યા ને ચોર કહ્યા છે. તે બદલ આ બદલ તેમને આટલી મોટી સજા ?ગુજરાતમાં પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા ને પણ ત્રણ વર્ષની સજા થઈ હતી. તો મિનિસ્ટરીમાંથી પડતા ન હોતા મુકાયા આ ઉપરાંત અમરેલીના સાંસદ સભ્ય નારણ કાછડીયા પર પણ ફરજ પર રોકાવટ ગુનામાં કેસ થયો હતો. છતાં પણ કોઈ પગલાં લેવાયા ન હતા. તો ચોરોને ચોર કહેવામાં રાહુલ ગાંધી પર કેમ પગલાં ભરવામાં આવ્યા છે. દેશની સાંસદ જનતા છે અને લોકશાહી પર મોટો હુમલો છે. લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ વધુ આંદોલન કરશે તેમ અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું હતું

ABOUT THE AUTHOR

...view details