ગુજરાત

gujarat

ETV Bharat / state

હિન્દુ સ્મશાન પર પેશકદમી દૂર કરવા કોંગ્રેસના ધરણા : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત - agitation against encroachment in cemetery

પોરબંદરના જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથાભાઈ ઓડેદરાના જણાવ્યા પ્રમાણે, હિન્દુ સ્મશાન ભૂમિ પર પેશકદમી થઇ હોવા અંગેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને તેમણે એક અઠવાડિયા પહેલા પાઠવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મંગળવારે તેમણે ધરણા યોજ્યા હતા. જેમાં નાથાભાઇ ઓડેદરા સહિતના કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

હિન્દુ સ્મશાન પર પેશકદમી દૂર કરવા કોંગ્રેસના ધરણા
હિન્દુ સ્મશાન પર પેશકદમી દૂર કરવા કોંગ્રેસના ધરણા

By

Published : Jun 8, 2021, 7:38 PM IST

  • પેશકદમી દૂર કરવા 1 જૂને પાઠવ્યું હતું આવેદન
  • કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસે યોજ્યા ધરણા
  • 5થી 6 વર્ષ પહેલાં કમ્પાઉન્ડ બનાવેલી છે : ચીફ ઓફિસર




પોરબંદર: હિન્દુ સ્મશાન ભૂમિ પર નગર પાલિકાના શાસકોએ પેશકદમી કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ કર્યો હતો અને આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે મંગળવારે કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પર પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

હિન્દુ સ્મશાન પર પેશકદમી દૂર કરવા કોંગ્રેસના ધરણા

આ પેશકદમી નથી : ચીફ ઓફિસર

પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ જગ્યાએ કોઈ પેશકદમી કરવામાં આવી નથી. આશરે પાંચેક વર્ષ પહેલા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત સ્મશાન ભૂમિમાં બાળ સ્મશાન માટે અલગ કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. જેની કમ્પાઉન્ડ વોલ છે.

ABOUT THE AUTHOR

...view details