પોરબંદરનું નામકરણ વિક્રમ સવંત ૨૦૪૬ શ્રાવણ સુદ પૂનમ નક્ષત્રમાં કરાયું હતું. પોરબંદરમાં જેઠવા વંશના રાજવી ઘુમલીના મહારાજ બાષકલ દેવે બારે વિક્રમ સંવત 1,046ના શ્રાવણી પૂનમ તારીખ- 6-8-990ના રોજ સોમવારે તોરણ બાંધી સ્થાપના અને નામકરણ કર્યું હતું. સમગ્ર વિશ્વ સાથે જળ વ્યવહારથી વિશ્વ સાથે જોડી દીધું હતું.
પોરબંદરનો આજે સ્થાપના દિવસ, શહેરને થયા 1029 વર્ષ પૂર્ણ - પોરબંદર
પોરબંદરઃ ગુજરાતનું પોરબંદર સત્ય-અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે. આજ ભૂમિ પર કૃષ્ણના સખા સુદામા પણ વસવાટ કરતા હોવાનું મનાય છે. આ ભૂમિનો આજે સ્થાપના દિન છે. એટલે કે સુદામાનગરીને આજે શ્રાવણી પૂનમના રક્ષાબંધનના દિવસે 1029 વર્ષ પૂર્ણ થયા છે. પોરબંદર શહેર ભવ્ય ભૂતકાળ અને એક અનેરો ઐતિહાસિક વારસો સાથે અનોખુ મહત્વ ધરાવે છે.

porbandar news
પોરબંદર 1029 વર્ષ પૂર્ણ, બાપુની ભૂમિ સ્વચ્છતા જંખી રહી છે,etv bharat
પોરબંદરનું સંસ્કૃત નામ પોરવેલા કુલ થાય છે. પોરબંદર એક દરિયાઈ વેપારી મથક હોવાથી શહેરની સમૃદ્ધિ વિશાળ હતી. પૌરાણિક ઈતિહાસ પ્રમાણે, અહીં સુદામાજી વસ્યા હતાં. જેથી સુદામાપુરીના નામે પણ ઓળખાતું હતું. સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીનો અહીં જન્મ થયો હોવાથી આ પવિત્ર ભૂમિને સ્વચ્છ બનાવી નમૂનેદાર શહેર તરીકે વિકસાવવાની અપીલ ઇતિહાસકાર નરોતમ પલાણ કરી રહ્યાં છે.
Last Updated : Aug 16, 2019, 5:30 PM IST