- પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની યોજાઈ સામાન્ય સભા
- નગરપાલિકાનું બજેટ કાયદા વિરુદ્ધનું છેઃ વિરોધ પક્ષ
- સામાન્ય સભામાં પહેલી વખત વિરોધ પક્ષની જગ્યાએ શાસક પક્ષે વોકઆઉટ કર્યું
- 1 જ મિનિટમાં 7 જેટલા મુખ્ય વિકાસ કાર્યોને મંજૂર કરાતા વિપક્ષે કર્યો વિરોધ
- જુદા જુદા વિસ્તારોમા સીસીરોડ,ડામર રોડ તથા મેટલ રોડ બનાવાશે
- ધરમપુરમાં 34.18 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાશે
- નવી ઓફિસ બિલ્ડિંગ અને સી વ્યુ શોપિંગ મોલ પણ બનાવાશે
- છાયા રણ નંબર 3માં તળાવનું નવીનીકરણ કરવામાં આવશે
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની યોજાઈ સામાન્ય સભા આ પણ વાંચોઃભુજ નગરપાલિકા દ્વારા 1.24 અબજનું બજેટ રજૂ કરાયું
પોરબંદરઃ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાનું બજેટ મંજૂર કરવા માટે નગરપાલિકાના સામાન્ય સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી, આ બેઠક નગરપાલિકા પ્રમુખ સરજૂ કારિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. પાલિકા સભ્ય મોહન મોઢવાડિયાએ બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ તમામની મંજૂરી સાથે સભામાં 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં પહેલી વખત વિરોધ પક્ષની જગ્યાએ શાસક પક્ષે વોકઆઉટ કર્યું ધરમપુર વિસ્તારમાં 34.18 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ થશે
આ બજેટમાં જુદા જુદા વિસ્તારોમાં RCC રોડ, ડામર રોડ તથા મેટલ રોડ બનાવવાના કામ તથા 105 રસ્તાઓના કામ, ધરમપુર વિસ્તારમાં 34.18 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના તથા અમૃત યોજના તળેના બ્રહ્માકુમારી પાસે પાક બનાવવાનું કામ તે STP બનાવવાના કામ તથા છાયા રણમાં સ્ટર્મ વોટર ડ્રેન 4.83 કરોડ રૂપિયાના કામ, નવી ઓફિસ બિલ્ડીંગ, ફર્નિચર બનાવવામાં અંગેનું કામ અને ચોપાટી પર સી વ્યૂ શોપિંગ મોલ બનાવવાનું આયોજન અંગેની વાત કહેવામાં આવી છે.
બજેટમાં કરવેરામાં કોઈ વધારો નથી કરાયો
આ સાથે જ બજેટમાં છાયા રણ નંબર 3માં તળાવના નવીનીકરણનું કામ, નલ સે જલ યોજના અંતર્ગત પાણી પૂરવઠાની કામગીરી વધારે સુદ્રઢ બનાવવાનું આયોજન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત DPR ઘટકોની કામગીરી રેગ પિકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના અને નગરપાલિકાની આવકના સ્ત્રોત ઊભા કરવા માટે શોપિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ અને તેમની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સહાય આપવાનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ બજેટ શહેરના નાગરિકોના હિતમાં હોવાનું મોહન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
1 જ મિનિટમાં 7 જેટલા મુખ્ય વિકાસ કાર્યોને મંજૂર કરાતા વિપક્ષે કર્યો વિરોધ આ પણ વાંચોઃભાવનગર મહાનગરપાલિકાનું રૂપિયા 999.54 કરોડનું સૂચિત બજેટ પસારપાલિકામાં પ્રજાની સેવાનું કરવાનું કામ છે વેપાર કરવાનું નહીઃ ફારૂક સૂર્યા બજેટ રજૂ કરતા સમયે જ માત્ર એક જ મિનિટમાં સતા પક્ષે તમામ કાર્યો મંજૂર કરતા વિપક્ષના નેતા ફારૂખ સૂર્યાએ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ લોકશાહી વિરુદ્ધ છે. પાલિકા દ્વારા શોપિંગ મોલ બનાવવાનું આયોજન કરાયું છે. પાલિકા વેપાર કરવાનું કામ કરતી હોય તેવું જણાવ્યું હતું. જ્યારે પાલિકાનું કામ લોકોને આરોગ્ય અને સુખાકારી સેવા પુરીપડવાનું છે નહીં કે વેપાર કરવો. વિરોધ પક્ષ વાત કરતો હતો ત્યારે શાસક પક્ષના સભ્યો એ વોકઆઉટ કર્યું હતુઁ અને આ ઘટનાને સૂર્યાએ વખોડી કાઢી હતી.