તારીખ 23 જૂન ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને તારીખ 25 જૂન કટોકટી દિવસ આ બંને દિવસને સાંકળીને પોરબંદર ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન શહેરના બિરલા હોલમાં કરાયું હતું. જેમાં દેશ પ્રત્યે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અંગે અને જનસંઘની સ્થાપના અંગે તથા ભારતીય જનતા પાર્ટીના વિજય અને કટોકટી દિવસ સમયની સ્થિતિ અંગે એક ડોક્યુમેન્ટરી ભાજપના કાર્યકર્તાઓને દર્શાવવામાં આવી હતી. તો આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ શું કાર્ય કર્યું હતું તે પણ દર્શાવવામાં આવ્યું હતું.
પોરબંદરમાં શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનની ગાથા રજૂ કરાઈ, કટોકટી વિશે પણ માહિતગાર કર્યા - gujarat news
પોરબંદરઃ ભાજપ દ્વારા પોરબંદરમાં ભારતીય જનસંધના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ 23 જૂન અને 25 જૂન કટોકટી દિવસ આ બંને દિવસને સાંકળીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા તથા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના પોરબંદર ભાજપ પક્ષના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોટ ફોટો
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શંભુપ્રસાદ ટુંડિયા તથા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના પોરબંદર ભાજપ પક્ષના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Jun 25, 2019, 9:29 AM IST