પોરબંદર : પોરબંદરમાં ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કથાનું આયોજન મહેર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. ભાગવત કથામાં વિવિધ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે, આગામી 12 માર્ચથી 19 માર્ચ સુધી ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથાકાર રમેશ ઓઝા વ્યાસપીઠ પર બિરાજશે કથામાં રાત્રિના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
પોરબંદરની ઓળખ : પોરબંદર એટલે મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ આ ભૂમિ પર અનેક સંતો મહંતો થયા છે, ત્યારે અનેક જ્ઞાતિઓના સંત સુરાઓ પણ આ ભૂમિ પર જન્મ્યા છે. પોરબંદરમાં મહેર જ્ઞાતિ દ્વારા રમવામાં આવતો મણિયારો રાસ આજે વિશ્વ પ્રસિદ્ધ છે, ત્યારે મહેર સમાજના માલદેવજી ઓડેદરા દ્વારા શિક્ષણ ક્ષેત્રે પોરબંદરને અનેક સોપાન આપવામાં આવ્યું છે. મહેર જ્ઞાતિ શોર્ય અને સાહસ ધરાવતી ખમીરવંતી જ્ઞાતિ છે. જ્ઞાતિનો પહેરવેશમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાય છે.
ભાગવત કથાનું આયોજન : પરંપરાગત પહેરવેશ અને આભૂષણો સાથે દર વર્ષે નવરાત્રિમાં પણ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા દેશ વિદેશમાં વસતા મહેર સમાજના પરિવારજનો એક મંચ પર ભેગા થઈ મણિયારા તેમજ મહિલા રાસ રમી પરંપરાગત વારસાને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરે છે, ત્યારે આ વખતે આગામી તારીખ 12 માર્ચથી 19 માર્ચ સુધી પોરબંદરની તમામ જ્ઞાતિને સાથે રાખી ભવ્ય ભાગવત કથાનું આયોજન ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ કરવામાં આવ્યું છે. આગામી 12 માર્ચના રોજ બપોરે 2:00 વાગે કથાકાર રમેશ ઓઝા તેમડજ મહેર સમાજના આગેવાનો અને પરિવારજનો, પોરબંદરમાં વિવિધ જ્ઞાતિઓના આગેવાનોને સાથે રાખી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ચોપાટી ખાતે પહોંચશે. જ્યાં સાંજે 7:00 વાગ્યે દાંડિયા રાસ તેમજ ભોજન સમારંભ યોજાશે.