ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News: વિદેશની ધરતી પર પોરબંદરના વતનીનો દબદબો, યુકેની સીટી કાઉન્સિલરની ચૂંટણીમાં મેદાન માર્યું - Porbandar UK NRI

ભારતમાં જે રીતે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રકારની ચૂંટણી યોજાય છે. તેવી રીતે યુકેના લેસ્ટરમાં પણ સીટી કાઉન્સિલરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પોરબંદર જિલ્લાના ત્રણ લોકોએ ભવ્ય જીત મેળવી હતી. પોરબંદર ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે. આ જીત બદલ ઠેર ઠેરથી તેમને શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

Porbandar News: વિદેશની ધરતી પર પોરબંદરના વતનીનો દબદબો, યુકેની સીટી કાઉન્સિલરની ચૂંટણીમાં મેદાન માર્યું
Porbandar News: વિદેશની ધરતી પર પોરબંદરના વતનીનો દબદબો, યુકેની સીટી કાઉન્સિલરની ચૂંટણીમાં મેદાન માર્યું

By

Published : May 6, 2023, 9:53 PM IST

Updated : May 6, 2023, 11:30 PM IST

Porbandar News: વિદેશની ધરતી પર પોરબંદરના વતનીનો દબદબો, યુકેની સીટી કાઉન્સિલરની ચૂંટણીમાં મેદાન માર્યું

પોરબંદરઃવિદેશની ધરતી પર રહીને ભારતીયો સમયાંતરે જુદા જુદા ક્ષેત્રમાં ડંકો વગાડે છે. એ પછી સ્પોર્ટ્સ હોય કે રાજનીતિ. લંડનમાં રહીને પોરબંદરના વતનીઓએ રાજકીયક્ષેત્રમાં ડંકો વગાડી દીધો છે. યુકેના લેસ્ટરમાં સીટી કાઉન્સિલરની ચૂંટણીગત તારીખ 4.5.2023 ના રોજ કન્ઝર્વેટીવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચે યોજાઈ હતી. જેનું પરિણામ 5.5.2023 ના રોજ આવ્યું હતું.

ત્રણ ઉમેદવારો હતાઃ આ પરિણામમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ત્રણ ઉમેદવારો જે પોરબંદર જિલ્લાના ત્રણ મહેર સમાજના અગ્રણીઓએ મેદાન માર્યું હતું. જેમાં ગોસા ગામના નાગાજણભાઈ આગઠ તથા હાથીયાણી ગામના સંજયભાઈ મોઢવાડિયા અને કડછ ગામના ગીતાબેન કારાવદરા એ વધુ મત મેળવી જીત હાંસલ કરી હતી. ઠેર ઠેરથી સોશિયલ મીડિયા મારફતે તેઓને શુભેચ્છા મળી રહી છે.

આ પણ વાંચોઃ

  1. Porbandar News : ખેડૂતોએ કમોસમી વરસાદ મામલે સહાય માંગી
  2. Gujarat Weather : પોરબંદરમાં વરસાદી વાતાવરણ ખીલ્યુ પણ પાકમાં નુકસાનની ભીતિ
  3. Porbandar News : રાજકોટ પોરબંદરના હાઇવે પરના 4 માંથી 2 ટોલનાકા રદ કરવાની માંગ

રાજકોટ પોલીસમાં હતાઃપોરબંદર જિલ્લાના ગોસા ગામના રહેવાસી નાગાજણભાઈ દેવાભાઈ આગઠ રાજકોટમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા અને 2001માં તેઓ એ જોબ છોડી પરિવાર સાથે વિદેશમાં ગયા હતા. પછી તેઓ સ્થાયી થયા હતા. હાલ તેઓ લેસ્ટરમાં ગ્રોસરી શોપ ચલાવી રહ્યા છે. તેમને પરિવારમાં પત્ની એક દીકરી તથા એક દીકરો છે. આ ઉપરાંત તેઓ સેવન સ્ટાર એન્ટરટેનમેન્ટ કંપનીના ફાઉન્ડર છે. જે મોટું નામ ધરાવે છે. ચૂંટણીમાં નાગરજાન ભાઈ લેસ્ટરમાં આવેલ એબી વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. વધુ મતે જીત્યા છે.

શું કહે છે વિજેતાઃપોરબંદર જિલ્લાના હાથીયાણી ગામના સંજયભાઈ મોઢવાડિયા 1995 માં યુકે ગયા હતા. પરિવાર સાથે ત્યાં સ્થાયી થયા છે. હાલ લોકલ બિઝનેસ કરી રહ્યાં છે અને તેઓના જણાવ્યા અનુસાર યુકેના લિસ્ટમાં છેલ્લા 35 વર્ષથી લેબર પાર્ટીનો દબદબો હતો. ગત વર્ષ 2022 માં પણ તેઓએ કન્ઝર્વેટીવ પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી. પછી જીત્યા હતા. ફરીથી 2023 માં પણ તેઓ કન્ઝર્વેટીવ પાર્ટીમાંથી મેયરપદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

કાઉન્સિલર રહેશેઃ મેયર માટેના મત ઓછા મળતા તેઓ હવે કાઉન્સિલર તરીકે રહેશે. આ જીત લેસ્ટરના એલિગટન વિસ્તારના લોકોનો પ્રેમ અને આશીર્વાદથી મળી છે. કન્ઝર્વેટિવ પાર્ટી એ કુલ 17 સીટ મેળવી છે. સંજયભાઈએ પ્રજાના અનેક કામ કર્યા છે. જેમાં લાઈટ રોડ સાફ-સફાઈ કેમેરા નવા પોલ હાઉસિંગ ઇસ્યુ સોલ્યુશન જેવા અનેક કામ કર્યા છે. આ તેનું પરિણામ છે. આગામી સમય પર પણ આ જ રીતે લોકોના કામ કરતા રહીશું તેમ સંજયભાઈએ જણાવ્યું હતું.

લોકોએ ગર્વ અનુભવ્યોઃયુકેમાં વર્ષોથી સ્થાયી થયેલ ગીતાબેન કારાવદરા લેસ્ટરના ઋષિ મેળ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે તેઓ પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના સુપુત્રી તથા હાલ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકાના દીકરી થાય છે ત્યારે વિદેશની ધરતી પર તિરંગો લહેરાતા અનેક લોકોએ ગર્વ અનુભવ્યો હતો અને પોરબંદરના લોકોએ વિશેષ ગર્વ અનુભવી ત્રણેય મહાનુભાવોને શુભેચ્છા વરસાદ વરસાવી હતી.

Last Updated : May 6, 2023, 11:30 PM IST

ABOUT THE AUTHOR

...view details