પ્રાપ્ત વિગત મુજબ દોઢેક માસ પહેલા પ્રોહીબીસનના ગુનામાં એક નાગરિક પકડાયેલ હોય જે બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાના કામે તેનુ TVS સ્કુટી કબ્જે લેવામાં આવેલ હતુ. જે સ્કુટી છોડાવવા માટે ફરીયાદીએ નામ કોર્ટમાંથી શરતોને આધીન વાહન મુકત કરવાનો હુકમ લઇ આવેલ.
પોરબંદરમાં ચાર હજારની લાંચ લેતા ASIને ભાવનગર ACBએ રંગે હાથે ઝડપી પાડ્યો - કમલાબાગ પોલીસ સ્ટેશન
પોરબંદરઃ શહેરમાં એક જાગૃત નાગરિક પાસેથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પ્રાણભાઈ ઓધવજીભાઈ જોષી TVS સ્કુટી છોડાવવા માટે 4000ની લાંચની માંગણી કરી હતી તા.30/12/2019ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ક્રાઇમ રાઇટર હેડ રુમમા રંગે હાથ ASIને ભાવનગર ACB ટીમે ઝડપી લીધા હતા.
જે હુકમ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ASI ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હોય, તેઓની પાસે ગયેલ જેથી તેઓએ જામીન યોગ્ય નથી, તેવા બહાના બતાવી વાહન છોડવા માટે ફરીયાદી પાસેથી રુપિયા 4000ની લાંચ માંગતા ફરીયાદીએ ACBનો સંપર્ક કરતા ભાવનગર ACB ધ્વારા ફરીયાદની ફરીયાદ નોંધી લઇ લાંચના છટકા દરમિયાન ASIને લાંચનાં રૂપિયા 4000 સ્વીકારતા ACBના રંગે હાથે પકડાઇ ગયા હતા. હાલ ACB દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ સમગ્ર ટ્રેપિંગમાં અધિકારી ડી.ડી.પરમાર પોલીસ ઇન્સપેકટર, ભાવનગર ACB તથા ACB ટીમના સભ્યો જોડાયા હતા સાથે સુપર વિઝન અધિકારી બી.એલ.દેસાઈ, ACB જુનાગઢ એકમ પણ જોડાયા હતા.