ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશની ધરતી પર નવરાત્રીમાં રંગ જમાવશે પોરબંદરના કલાકારો - નવરાત્રી મહોત્સવમાં કલાકારો

પોરબંદર: ગુજરાતનો ઉલ્લેખ થતો હોય અને નવરાત્રી ન આવે તો એ વાત માની શકાય નહીં. નવરાત્રી તો ગુજરાતની આન, બાન અને શાન છે. દેશ અને વિદેશમાં ગુજરાતને આગવી ઓળખ અપાવનારા આ ગરબાએ નવરાત્રીનું આગવું નજરાણું છે. નવરાત્રીના સમયે ખેલૈયાઓને મન મુકીને નચાવતા કલાકારો આ સમયે પોતાની અલગ અલગ શૈલીમાં ખેલૈયાઓને અદભૂત આનંદની અનુભૂતિ કરાવતા હોય છે.

porbandar artist

By

Published : Sep 17, 2019, 7:56 PM IST

Updated : Sep 18, 2019, 1:03 AM IST

દરવર્ષે પોરબંદરના કલાકારો યુકે સ્થિત લેસ્ટરમાં જઈ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરે છે. દર વર્ષે પોરબંદર થી યુકેમાં લેસ્ટર ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવમાં કલાકારો જાય છે અને મધુર કંઠે અર્વાચીન પ્રાચીન ગરબા ગાઈને લોકોને મંત્ર મૂગ્ઘ કરી દે છે, આ વર્ષે પણ પોરબંદરના છ કલાકારો નવરાત્રી માં યુ કે લેસ્ટર ખાતે મહેર કાઉન્સિલ દ્વારા યોજતા પરંપરાગત રાસોત્સવ માં જઇ રહ્યા છે .

વિદેશની ધરતી પર નવરાત્રીમાં રંગ જમાવશે પોરબંદરના કલાકારો

યુકે લેસ્ટરમાં યોજાનારા મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતની અનોખી ઝાંખી જોવા મળે છે, જેમાં યુકેમાં વસેલા તમામ ગુજરાતી લોકો ભેગા મળી આ નવરાત્રિ મહોત્સવ ઉજવે છે. અહીં પ્રાચીન રાસ ગરબા અને મણિયારો રાસ લોકોને ખૂબ જ પસંદ છે. ગાયકોના જણાવ્યાનુસાર ત્યાંના લોકોને હિન્દી ગીત તથા સુગમ સંગીત નવરાત્રી દરમિયાન વગાડવા પસંદ નથી કરતા. આ ઉપરાંત પરંપરાગત ડ્રેસ સાથે ભારતીય સંસ્કૃતિની સભ્યતાને પણ ગુજરાતીઓ રજૂ કરે છે. જેમાં ખાસ કરીને પોરબંદર પંથકના મહેર જ્ઞાતિના પહેરવેશ જેમાં પુરુષ આંગળી, જોડણી અને પાઘડી તથા સ્ત્રીએ ઢારવો અને કાપડું વેઢલા, ઝૂમણાં સહિતના શણગાર સજ્યા હોય છે.

આ તમામની વચ્ચે ખાસ વાત તો એ છે કે, વર્ષોથી યુકેમાં રહેતા અને સાત સમંદર પાર રહેતા આ ગુજરાતીઓ ભારતીય સંસ્કૃતિને હજૂ પણ અકબંધ રાખી છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિને એક બાજુ રાખી આપણી ભારતીય પરંપરા અનુસાર મોટી સંખ્યામાં અહીં યુવાનો પણ નવરાત્રી રમવા આવે છે.

પોરબંદરથી જનારા ગાયકોમાં દમયંતીબેન બરડાઈ પરબતભાઈ રાણાવાયા તથા લાખણશીભાઈ આંત્રોલી યા તેમની સાથે કેતનભાઇ રાણીંગા કી-બોર્ડ પ્લેયર તથા જયેશભાઈ જેઠવા ઢોલ તથા પ્રવીણભાઈ જેઠવા શરણાઈના સૂર પુરાવશે. ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિમાં સૌ કોઈને માતાજીના ગરબા ગાઈને વિદેશી ધરતીનું વાતાવરણ પણ આધ્યાત્મિક બની જાય છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તેની પ્રતીતિ થાય છે.

Last Updated : Sep 18, 2019, 1:03 AM IST

ABOUT THE AUTHOR

...view details