ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં 34 વિદેશી દારૂની બોટલ સાથે આરોપી ઝડપાયો - arrests

પોરબંદરઃ જિલ્લામાં જુગારની પ્રવૃત્તીઓને નેસ્તનાબૂદ કરવા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલની સુચનાના અનુસંધાને LCB PI પી.ડી.દરજી તથા PSI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલીંગ કરી રહ્યુ છે.

પોરબંદર

By

Published : Jun 20, 2019, 3:14 AM IST

જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજાને બાતમી મળી હતી કે, પોરબંદરના વિસાવાડા ગામની સીમમાં આરોપી નાગાજણ મણીયાર પોતાની વાડીના મકાનની બાજુમા પડેલ પથ્થરના ઢગલામામાં વિદેશી દારુની 34 બોટલ જેની કિંમત આશરે 10 હજાર 200 રૂપીયા, એક મોબાઇલ ફોન કિંમત 500, આ બંને મળી કુલ 10700ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details