પોરબંદરઃ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં વાવાઝોડા તથા વરસાદની સંભવિત આગાહી સંદર્ભે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ છે. 4 જૂન સુધી લોકોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે પોરબંદર તંત્ર એલર્ટ પર - એક નંબરનું સિગ્નલ
સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાંચો વધુ સામચાર...

સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે પોરબંદર તંત્ર એલર્ટ પર
રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ તથા જિલ્લા કલેક્ટર ડી.એન. મોદીના સંકલનમાં સબંધિત સરકારી વિભાગો તથા સ્વયં સેવકો સજાગ રહીને સંભવિત આપત્તિની અસરને પહોંચી વળવા જિલ્લાની સુરક્ષા માટે કર્મયોગીઓ કાર્યરત છે.
આ ઉપરાંત લોકોને જાણકારી માટે દરિયાઇ સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે. ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ પણ એલર્ટ કરાયુ છે. હાલ માછીમારોને દરિયો નખેડવાની સૂચના આપવામાં આવી છે.