પોરબંદર નજીકના બોખીરા પાસે ટ્રક ચાલકએ બાઈક હડફેટે લેતા બાઈક ચાલક વૈદે ભાઈ સામતભાઈ ઓડેદરા અને તેમની પત્ની ભેનીબેન ઓડેદરા સામાજિક પ્રસંગે પોરબંદર જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રક ચાલકએ અડફેટે લેતા બાઈક ચાલક વૈદેભાઈનું મોત નીપજ્યું છે. જ્યારે તેમના પત્ની ભેનીબેન ઓડેદરાની હાલત ગંભીર હોવાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું પણ મોત થયું છે.
પોરબંદરના બોખીરામાં ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતિનુ મોત - Death
પોરબંદરઃ જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે રવિવારના રોજ પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પોરબંદર નજીકના બોખીરા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચલાવનારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ, જ્યારે તેની પત્નિને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યા તેનુ પણ મોત નિપજ્યું છે, પ્રાથમિક તારણમાં સામે આવ્યું કે ગોળાઇમાં ડિવાયડર ન હોવાથી અકસ્માત સર્જાયો છે.
પોરબંદર અકસ્માત
પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે કે, નગરપાલિકા દ્વારા ત્યાં ગોળાઈમાં જ ડિવાઈડર નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે.