પોરબંદર જિલ્લામાં 18 નવેમ્બરના રોજ શરૂ થયેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કુલ 9,000 ખેડૂતોને SMSથી બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી અંદાજે 400 જેટલા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે અને 3,95,000 બોરીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે. તમામ મગફળીની ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ ન થાય તે માટે CCTV કેમેરા પણ ગોઠવ્યા છે. મગફળી રિજેક્ટ થવાનું કારણ ચીમડાયેલા દાણા અને ફુગી હોવાનું ગોડાઉન મેનેજર નીરવ પંડ્યાએ જણાવ્યું હતું.
પોરબંદરમાં 400 ખેડૂતોની મગફળી ટેકાના ભાવ ખરીદીમાંથી રીજેક્ટ કરાઈ - મગફળીની ખરીદીમાં 9,000 ખેડૂતો
પોરબંદરઃ જિલ્લામાં ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે પોરબંદર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણ સેન્ટરોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.
magafali
સરકાર દર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીના એક મણના 1,018 રૂપિયા છે જ્યારે, ભેજ ડેમેજ અને નુક્સાનના કારણે અનેક ખેડૂતોએ મગફળી પરત લઇ જવી પડી હતી. તો ખેતરથી માર્કેટિંગ યાર્ડ સુધી મગફળી લાવવાનો ખર્ચ 7 થી 8 હજાર રૂપિયા જેટલો થાય છે. આમ રીજેક્ટ થયેલી મગફળીના ખેડૂતોએ વધુ નુકસાન વેઠવું પડે છે. આમાંથી રાહત આપી જો ખેતર પર જ પરિક્ષણ કરવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર સમક્ષ વિન્નતી કરી છે.