ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના બ્રહ્મલીન મહંત બાબુજતીને ભંડારો યોજી શ્રદ્ધાંજલી અપાઇ - Devotional

પોરબંદર: જિલ્લાના છાંયા નવાપરા ખાતે શિવ-શકિત આશ્રમે બ્રહ્મલીન બાબુજતિ બાપુ (બાબુગીરી બાપુ) ના ભંડારાનું આયોજન કરાયું  હતું. આ ભંડારામાં મોટી સંખ્યામાં  સાધુ સંતો તથા હજારો ભાવિક ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી દર્શન પૂજન તથા મહા પ્રસાદી લીધી હતી .

સ્પોટ ફોટો

By

Published : May 3, 2019, 7:57 PM IST

સાધુ સંતોની હાજરીમાં વિધિ વિધાનપૂર્વક બ્રહ્મલીન બાબુજતિબાપુના મુખ્ય શિષ્ય પૂ. કૃષ્ણજતિ બાપુની ચાદરવિધિ કરવામાં આવેલી હતી. આ પ્રસંગે સર્વે પંથના સાધુ સંતો અને છાંયા ગામના વિવિધ સમાજોના આગેવાનો દ્વારા સર્વાનુમતે શિવ-શકિત આશ્રમ, નવાપરા, છાંયાના મહંત તરીકે પૂ. કૃષ્ણજતિ બાપુ ગુરૂ બાબુજતિ બાપુની વરણી કરવામાં આવી હતી

છાંયાના મહંત તરીકે પૂ. કૃષ્ણજતિ બાપુ ગુરૂ બાબુજતિ બાપુની વરણી
ભવ્ય ભંડારાનું આયોજન

મહામંડલેશ્વર પુરીજી મહારાજ નરવાણા, હરીયાણાના મુખ્ય મહંત અને બાબુગીરી બાપુના ગુરૂભાઇ સિધ્ધેશ્વર જતિ મહારાજ, ઉદાસીન આશ્રમના નિર્વાણબાપુ, કચ્છ આશ્રમના શિપ્રાજતિ બાપુ, ખોડીયાર મંદિરના મહંત ગોપાલદાસ બાપુ, ગીરનાર મંડળના સાધુ-સંતો સહિતના સંતો સહિતના અગ્રણીઓ હાજર રહી પરમ પૂજય બાબુગીરી બાપુને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવેલુ હતું. 15000 કરતા પણ વધુ લોકોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો. કુલ 500 જેટલા સ્વયંસેવક ભાઇઓ-બહેનોએ સેવારૂપી શ્રધ્ધાંજલિ આપી હતી .

ABOUT THE AUTHOR

...view details