ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 280 મતદાનમથકો પર થશે મતદાન - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021

જિલ્લા ચૂંટણી અધિકારીના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ટીમ પોરબંદર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં યોજાનારી તાલુકા પંચાયત ચૂંટણી, જિલ્લા પંચાયત ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો સરળતા અને સુગમતાથી મતદાન કરી શકે તે માટે 280 મતદાનમથકો રાખવામાં આવ્યાં છે.

પોરબંદર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 280 મતદાનમથકો પર થશે મતદાન
પોરબંદર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 280 મતદાનમથકો પર થશે મતદાન

By

Published : Feb 25, 2021, 8:40 PM IST

  • પોરબંદર તાલુકા પંચાયત ચૂંટણી માટે 154 મતદાન મથકો
  • રાણાવાવ તાલુકા પંચાયત ચૂંટણી માટે 59 મતદાનમથકો
  • કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માટે 69 મતદાનમથકો
  • પોરબંદર અને છાયા નગરપાલિકા વિસ્તારમાં 168 મતદાનમથકો

પોરબંદરઃ પોરબંદર તાલુકા પંચાયત ચૂંટણી માટે 154 મતદાન મથકો, રાણાવાવ તાલુકા પંચાયત ચૂંટણી માટે 59 મતદાન મથકો, કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માટે 67 મતદાનમથકો તંત્ર દ્વારા ઉભા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પોરબંદર અને છાયા નગરપાલિકા વિસ્તારમાં 168 મતદાનમથકો તથા જિલ્લા પંચાયત ચૂંટણી માટે 280 મતદાનમથકો ઉભા કરવામાં આવ્યાં છે.

  • સરળતાથી મતદાન યોજવાની મથામણ

28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વધુને વધુ મતદારો લોકશાહીના આ પર્વમાં જોડાઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details