ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં પોલીસે મોબાઈલ ચોરને ગણતરીની કલાકોમાં ઝડપ્યો - Kirti Mandir Police Station

પોરબંદરમાં કિર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગણતરીના કલાકોમાં કીર્તિમંદિર પોલીસે ચોરને બાતમીના આધારે ઝડપી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

પોરબંદરમાં પોલીસે મોબાઈલ ચોરને ગણતરીની કલાકોમાં ઝડપ્યો
પોરબંદરમાં પોલીસે મોબાઈલ ચોરને ગણતરીની કલાકોમાં ઝડપ્યો

By

Published : Nov 3, 2020, 5:14 AM IST

  • પોરબંદરમાં મોબાઈલ ચોર ઝડપાયા
  • કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની નોંધાઈ હતી ફરિયાદ
  • પોલીસે બાતમીના આધારે ચોરને ઝડપ્યા

પોરબંદરઃ શહેરમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશને પોરબંદરના રહેવાસી અને મસ્કતથી આવેલા એક વ્યક્તિએ પોતાનો મોબાઈલ કે જેની કિંમત 9000 છે, તે મોબાઈલ ફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ચોરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસને બાતમી મળી હતી કે, મોબાઇલ ફોન ચોરી ગયેલા આરોપી મોહંમદ ઉર્ફે મામદો નાસીર શાહમદાર સુદામા ચોકમાં ઉભો છે, જેથી સુદામા ચોકમાં જોઈને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા પોતે મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી અને આ મોબાઇલ તેણે આસિફ મિયા અલ્તાફ હુસેન સૈયદને આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આસિફ મિયાંને પણ મોબાઇલ સાથે ઝડપી બંનેને કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આરોપી અલગ-અલગ 8 જેટલા ગુનામાં સંકળાયેલ હોવાનો પૂર્વ ઇતિહાસ

આરોપી વિરુદ્ધ પોકેટ કોપ અને ઇ ગુજ કોપ મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના, કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બે ગુના, કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં બે ગુના અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હોવાનો પૂર્વ ઇતિહાસ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details