પોરબંદર : જિલ્લાના રાણાવાવ પોલીસ મથકે એક હેડ કોન્સ્ટેબલ તથા બે કોન્સ્ટેબલ કમ પીસીઆર વાન ડ્રાઇવર નાઈટ રાઉન્ડમાં નીકળ્યા બાદ મધરાતે નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવતા ત્રણેય સામે અનાર woman કોન્સ્ટેબલ મંજુબેન બાબુલાલ ઓડેદરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ખાખીને કરી ખરાબ : પોલીસ કર્મીઓ પોલીસ સ્ટેશનમાંથી જ નશાની હાલતમાં ઝડપાયા - રાણાવાવ પોલીસ સ્ટેશન
પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથકમાં ત્રણ જેટલા પોલીસ કર્મીઓ ગુરૂવારની રાતે નાઈટ રાઉન્ડમાં નીકળ્યા હતા, બાદમાં નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવતા ત્રણેય વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. આ બનાવના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.
મંજૂલાબેને જણાવ્યું હતું કે ગુરૂવારે રાત્રીના આઠ કલાકથી સવારે 8 કલાક સુધી તેમની ડ્યુટી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હતી, ત્યારે રાત્રે 03:35 કલાકે રાણાવાવ પોલીસ સ્ટેશનના જનરલ નાઈટ રાઉન્ડ ફરજ પરના હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ અરજણભાઈ જોગલ તથા રાણાવાવ પોલીસના ડ્રાઈવર સવદાસભાઈ બાવાભાઈ પરમાર તથા પીસીઆર વાનના ડ્રાઇવર રામદેવભાઈ ભીમાભાઇ ઓડેદરા પોલીસ સ્ટેશને લથડીયા ખાતા આવ્યા હતા. આથી, મંજુબેનને શંકા જતા અન્ય પોલીસ કર્મીઓ અને પંચોને સાથે રાખી ત્રણેયની તપાસ કરતા કેફીપીણું હોવાની વાત સામે આવી હતી. આ તકે ત્રણેય પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો અંગે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.