ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં પોલીસ જવાને ગુરુજીનું સપનું કર્યું સાકાર, સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા - athletics competition

પોરબંદરમાં આવેલા સોઢાણાના વતની પોલીસ જવાને(Police jawan in Porbandar) ગુરુજીનું સપનું સાકાર કર્યું છે. રાજ્ય કક્ષાએ યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ત્રણ ત્રણ ગોલ્ડ મેડલલ (Gold medal at the Games)  મેળવ્યા છે. પોલીસ જવાને પરિવાર(Gold medalist Porbandar) અને ગુરુનો તેમજ અભિનંદન પાઠવનાર તમામનો આભાર માન્યો હતો.

પોરબંદરમાં પોલીસ જવાને ગુરુજીનું સપનું કર્યું સાકાર, સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા
પોરબંદરમાં પોલીસ જવાને ગુરુજીનું સપનું કર્યું સાકાર, સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

By

Published : Dec 19, 2022, 6:19 PM IST

પોરબંદરમાં પોલીસ જવાને ગુરુજીનું સપનું કર્યું સાકાર

પોરબંદર કહેવાય છે કે ગુરુ કરતા શિષ્ય સવાયો બને છે. ત્યારે સૌથી વધારે ખુશી ગુરુને જ હોય છે તે પણ હકીકત છે. ત્યારે પોરબંદરમાં આવેલા સોઢાણાના વતની પોલીસજવાને ગુરુજીનું સપનું સાકાર (Gold medalist Porbandar) કર્યું છે. જેમાં રાજ્ય કક્ષાએ યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધામાં(Athletics Competition Porbandar) ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો તે કહેવતને સાર્થક કરી છે.

ગોલ્ડ મેડલ મેળવ્યો પોરબંદર જિલ્લાના સોઢાણાના આ યુવાને તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલ અખિલ ગુજરાત માસ્ટર એથલેટીકસ ચેમ્પિયનશિપ2022 માં (akhil gujarat masters athletics championships 2022) ચક્ર ફેક ઊંચી કુદ અને વાંસકૂદ ત્રણેય ગેમ્સમાં ગોલ્ડ મેડલ(Gold medal at the Games) મેળવ્યો છે. અને પોતાના ગુરુજીનું સપનું સાકાર કર્યું છે.

પોલીસ જવાન તરીકે ફરજ પોરબંદર જિલ્લાના સોઢાણા ગામના વતની છે. તેમનું નામ ભુરાભાઈ ભીખુભાઈ કારાવદરા કે જેઓ હાલ ભાવનગરના મહુવા ખાતે રેલવે પોલીસ જવાન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ માસ્ટર ખેલકૂદ મંડળ ગુજરાત રાજ્ય દ્વારા રાજ્ય કક્ષાએ નડિયાદમાં યોજાયેલ અખિલ ગુજરાત માસ્ટર એટલેટીક્સ ચેમ્પિયનશિપ 2022 માં ચક્ર ફેક વાંસકૂદ અને ઊંચી કૂદ આ ત્રણેય ગેમ્સમાં ગોલ્ડ મેડલ (Gold medal at the Games) મેળવ્યો છે.

સપનું સાકાર પોતાના ગુરુજીનું સપનું સાકાર કર્યું છે. ભુરાભાઈએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા માં 35 થી 100 વર્ષના રમતવીરો ભાગ લે છે. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સફળતા મેળવવાનો શ્રેય તેમના ગુરુ જેઠાભાઈ મોઢવાડિયાને આપ્યો હતો. જેઠાભાઈ મોઢવાડિયાએ બાળપણથી જ ભુરાભાઈને વિવિધ પ્રકારની તાલીમો આપી હતી. અને પ્રેક્ટિસ પણ કરાવતા હતા. અને માત્ર ₹25 નો પોલ ખરીદીને કચરાના ઢગલામાં તથા વાડીએ પ્રેક્ટિસ કરતા હતા. ગુરુજી નું સપનું હતું કે ભુરાભાઈ રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવે આજે ગુરુજીના સ્વપ્નનો સાકાર થયોછે. અને ગુરુ સહિત સાથ સહકાર આપનાર તથા અભિનંદન પાઠવનાર વડીલો પરિવારજનો તથા તમામ મિત્ર વર્તુળનો તેઓએ આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details