પોરબંદરઃ રાણાવાવ પોલીસને મળેલી બાતમીના આધારે એક અલ્ટોકારમાંંથી 140 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મળેલી સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.બી.એસ.ઝાલા સાહેબની રાહબરી હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના ડી સ્ટાફના HC સી.ટી. પટેલ તથા PC હિમાન્શુભાઈ વાલાભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.