પોરબંદરઃ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા કેશુભાઈ લાખાભાઈ બાપોદરાની રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે હત્યા કરનાર બીજુ કોઇ નહિ તેનો સગો ભાઈ મનીષ બાપોદરા જ હતો. જે હત્યા કરી ભાગી ગયો હતો. એવામાં આજે પોલીસે આરોપી એચ.એમ.પી કોલોનીના ખંઢેર મકાનમાંથી મનીષની ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદરના છાયામાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો, સગા ભાઈએ જ કરી હત્યા - પોરબંદર ન્યૂઝ
પોરબંદરમાં સગા બે ભાઈઓ વચ્ચે નાણા મામલે ઝઘડો થતાં મનીશે તેના ભાઈ કેશુના માથાના ભાગ પર માર મારતા તેનું મોત થયું હતુ. ત્યાર બાદ તે ભાગી ગયો હતો. ત્યારે પોલીસે આજે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
porbandar
પોરબંદરમાં છાંયા વિસ્તારમાં રહેતા કેશુ લાખા બાપોદરા અને મનીષ લાખા બાપોદરા બંને સગા ભાઈઓ છે. 6 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે મનીષે તેના ભાઈ કેશુ સાથે નવો મોબાઇલ લેવા પૈસા માટે ઝઘડો કર્યો હતો. મનીષ કોઈ કામ ધંધો કરતો ન હતો. તેમજ તે ખુબ જ ક્રોધિત અને તામસી સ્વભાવનો છે. બંને ભાઈ વચ્ચે થયેલા ઝઘડામાં રોષે ભરાયેલા મનીશે તેના ભાઈ કેશુના માથાના ભાગમાં તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો અને અંતે કેશુનું ગંભીર ઈજાથી મોત થયું હતું.