ગુજરાત

gujarat

By

Published : Jan 8, 2021, 8:16 AM IST

ETV Bharat / state

રાણાવાવમાં બેફામ વ્યાજ વસુલતા ત્રણ શાહુકારની પોલીસે ધરપકડ કરી

પોરબંદરના રાણાવાવમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. બેફામ વ્યાજ વસુલતા ત્રણ શાહુકારની હાલ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાણાવાવમાં બેફામ વ્યાજ વસુલતા ત્રણ શાહુકારની પોલીસે ધરપકડ કરી
રાણાવાવમાં બેફામ વ્યાજ વસુલતા ત્રણ શાહુકારની પોલીસે ધરપકડ કરી

  • વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવતા હોય તો પોલીસને જાણ કરવી
  • વધુ એક વ્યક્તિને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી
  • વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવતા ત્રણ વિરૂદ્ધ ફરિયાદ


પોરબંદરઃ તાજેતરમાં સરકારના નિયમોથી વધુ લોકોને ઊંચા વ્યાજે નાણાં ધીરનારા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠિયાના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સપેક્ટર બ.એસ.ઝાલા તથા સ્ટાફ દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા કોઈ પીડિત વ્યક્તિ હોય તો નિર્ભય બની પોલીસને જાણ કરવા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે બાદ એક વ્યક્તિએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

વધુ વ્યાજ આપવા માટે ધાક ધમકી આપતાં ત્રણ શખ્સો ઝડપાયા

રાણાવાવના એક ગેરેજ સંચાલકે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અલગ-અલગ છ શાહુકારો પાસેથી રૂપિયા 7,20,000 જેટલી રકમ વ્યાજે લીધી હતી. જેનું વ્યાજ ચુકવી આપવા છતાં શાહુકારો દ્વારા ફરિયાદીને વધુ વ્યાજ આપવા માટે ધાક ધમકી આપતાં હોવાની ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અન્ય એક આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવતા હોય તો પોલીસને જાણ કરવી

આવા પ્રકારના કોઈ પીડિતને કોઈ વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવતા હોય કે વધુ વ્યાજ વસુલવામાં આવતું હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે લોકોને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details