- પોરબંદરમાં કારચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા
- પોલીસે પોકેટ કોપની મદદથી કારચાલકને ઝડપ્યો
- રાણાવાવ-જામનગર હાઈવે પર બની હતી ઘટના
પોરબંદરમાં વૃદ્ધને ટક્કર મારી ફરાર થનારા કારચાલકને પોલીસે પોકેટ કોપની મદદથી ઝડપ્યો - પોકેટ કોપ
પોરબંદરના રાણાવાવ-જામનગર હાઈવે પર 15 ઓક્ટોબરે બીલેશ્વર ગામના એક વૃદ્ધને કારચાલકે અડફેટે લીધા હતા. કારચાલક બાઇક સવાર વૃદ્ધને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. જોકે પોલીસે પોકેટ કોપની મદદથી કારચાલકને ઝડપી પાડ્યો હતો.
![પોરબંદરમાં વૃદ્ધને ટક્કર મારી ફરાર થનારા કારચાલકને પોલીસે પોકેટ કોપની મદદથી ઝડપ્યો પોલીસે વૃદ્ધને ટક્કર મારી ફરાર થનારા કારચાલકને પોકેટ કોપની મદદથી ઝડપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9214560-thumbnail-3x2-arested-gj10018.jpg)
પોરબંદરઃ 15 ઓક્ટોબરે રાણાવાવ જામનગર હાઈવે પર બીલેશ્વર ગામના એક વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારચાલકે તેમને અડફેટે લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા આપેલ સૂચના પ્રમાણે કામગીરી કરી હતી. કારચાલકને ઝડપવામાં પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, કોન્સ્ટેબલો પણ જોડાયા હતા. પોલીસે પોકેટ કોપની મદદથી કારચાલક હાર્દિક રણછોડભાઈ જાદવ (ઉં.વ. 19)ને ઝડપી પાડ્યો હતો.