પોરબંદરઃ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં ’પોરબંદરના કુતિયાણા તાલુકામાં કોરોના 3 કેસ પોઝિટિવ નોંઘાયા’નો ખોટો મેસેજ વાયરલ કરનાર ઇસમને ગણતરીના કલાકોમા પોરબંદર એલ.સી.બી. તથા કુતિયાણા પોલીસે પકડી પાડ્યો છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાઈરસ ( COVID-19 )નો ફેલાવો થતો અટકાવવા લોકડાઉનની સ્થિતિ છે. જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલની સીધી સુચના અન્વયે DySP સ્મિત ગોહિલ તથા LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા તથા કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.એસ.ગરચર નાઓ પો.સ્ટાફ સાથે કુતિયાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જાણવા મળેલ કે, કોઇ વ્યક્તિએ ’પોરબંદરના કુતિયાણા તાલુકામાં કોરોના 3 કેસ પોઝિટિવ નોંઘાયા’ હવાનો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાંં વાયરલ કર્યો હતો.
કુતિયાણામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયાની અફવા, મેસેજ વાયરલ કરનારની ધરપકડ - પોરબંદર ન્યૂઝ
લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં ’પોરબંદરના કુતિયાણા તાલુકામાં કોરોના 3 કેસ પોઝિટિવ નોંઘાયા’ નો ખોટો મેસેજ વાયરલ કરનાર ઇસમને ગણતરીના કલાકોમા પોરબંદર એલ.સી.બી. તથા કુતિયાણા પોલીસે પકડી પાડ્યો છે.
આ અનુસંધાને ટેકનીકલ માધ્યમથી તથા ખાનગી બાતમીદારોથી ખરાઇ કરાવી માહિતી મેળવી આ ખોટા સમાચારવાળો ફોટો કુતિયાણા તાલુકાના પસવારી ગામના જીગ્નેશ દેવાણંદભાઇ કનારા ઉ.વ.22ના એ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપડક કરી મોબાઇલ ફોન કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં આધિકારી/કર્મચારીઓમાં પોરબંદર એલ.સી.બી PSI એચ.એન.ચુડાસમા તથા ASI રાજુભાઇ જોષી તથા HC સુરેશભાઇ નકુમ તથા કુતિયાણા પો.સ્ટે.ના PSI કે.એસ.ગરચર તથા લોકરક્ષક નિલેશ સરમણભાઇ તથા લોકરક્ષક સાગર ભગવાનભાઇ વગેરે જોડાયા હતાં.