પોરબંદર : રાજ્યમાં ક્રાઈમના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને શિયાળામાં ઠંડીનો લાભ લઈને તસ્કરો ચોરીને અજાંમ વધુ આપતા હોય છે. ત્યારે કુતિયાણામાં બેન્ક ATMમાં ચોરીનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. કુતિયાણાના દેવડા નાકે યુનિયન બેન્કના ATMમાં ચોરીના પ્રયાસ કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. તારીખ 7 જાન્યુઆરીના રોજ ATMમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. CCTVને આધારે એક સગીર સહિત ત્રણ આરોપીઓને પોરબંદર પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો કુતીયાણા દેવડા નાકે આવેલા યુનીયન બેંકના બ્રાંચ મેનેજર પંકજ કૌશીક ખેડકરે ફરીયાદમાં જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યા શખ્સોએ તારીખ 7 જાન્યુઆરી 2023 વહેલી સવારના 6 વાગ્યા આસપાસ યુનીયન બેંકના ATMના શટરનું તાળુ તોડી પ્રવશે કર્યો હતો. તેમજ ATMમાં લગાડેલા CCTV કેમેરા પર કલર સ્પ્રે માર્યો હતો. પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા ATM મશીન કટર મશીન વડે તોડી મશીનમાં જમા પડેલા રોકડ રૂપિયાની ચોરી કરવાની કોશીશ કરી ગુનો કર્યો હતો.
આ પણ વાંચોઅધિકારી ઉત્તરાયણ કરવા ગ્યા ને ઘરમાંથી ચોરાયા 18 લાખ, સવારે CCTV ચેક કરતા ખબર પડી