- પોલીસે કિશનસિંહ ભીખુભા માણેકની કરી ધરપકડ
- ઇન્સ્ટાગ્રામ પર ચેટીંગ દરમિયાન કરી હતી અભદ્ર ટિપ્પણી
- આરોપીની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી
પોરબંદર: પોરબંદરના એક શખ્સનું instagram ID પર લાઈવ વીડિયો ચેટિંગ ચાલતું હતું. તે દરમિયાન દ્વારકાના એક શખ્સે ધારાસભ્ય કિશનસિંહ ભીખુભા માણેકે ધારાસભ્ય કાંધલ જાડેજા અને મહેર સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ બાબતે ધારાસભ્ય કાંધલ જાડેજા અને સમાજના અગ્રણીઓએ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી. આ શખ્સને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ શખ્સને પકડી લીધો હતો.