પોરબંદર :કુતિયાણા શહેરમાં બે સ્થળો એ રહેણાંક મકાનમાં ધમધમતા કતલખાના પોલીસે ઝડપી પાડ્યા છે.બન્ને જગ્યાએ થી કુલ આઠ શખ્સો ની ધરપકડ કરવામાં આવી છે. કુતિયાણાના હાથીચોક વિસ્તારમાં રહેતા બોદુ ચાંદ ખંભાતી તથા સફી વલી ખંભાતી નામના બે શખ્સો પોતાના રહેણાંક અને કબ્જાવાળા મકાનોમાં ગેરકાયદેસર કતલખાના ચલાવી મટનની હેરાફેરી કરતા હોવાની માહિતી કુતિયાણા પી.એસ.આઈ કે. એસ. ગરચરને બાતમી મળતા શુક્રવારે સવારે દરોડા પાડ્યા હતા.
કુતિયાણામાંં મકાનમાં ધમધમતા કતલખાના ઝડપાયા, પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી - Etv bharat gujarat porbandar kutiyana police
કુતિયાણામાં બે સ્થળો એ રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પોલીસે પકડયા હતા.કતલખાનું ચલાવતા આઠ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

જેમાં બોદુ ચાંદ ને ત્યાંથી રિયાજ બોદુ ખંભાતી,મકસુદ ઈબ્રાહીમ બેલીમ,આલમ મકસુદભાઈ શેખ વગેરે ને કોઈ પણ લાયસન્સ કે પાસ પરમીટ વગર બે ભેંસ તથા પાડીની કતલ કરી 270 કિલો મટન ,લોખંડના કુહાડો, છરી, કાટો, મટન જોખવાના છાબડા તથા તોલા મળી કુલ 500 રૂપિયાનો મુદામાલ કબજે કરી ચારેય ની ધરપકડ કરી હતી.
ત્યાર બાદ નજીકમાંજ આવેલ સફીર ઉર્ફે શફી વલીભાઈ ખંભાતીના કબ્જાવાળા મકાનમાં દરોડો પાડી અને શફી ઉપરાંત ફિરોજ શફીર ખંભાતી,યુસુફ વલી ખંભાતી ,તથા હનીફ વલી ખંભાતીની ધરપકડ કરી ત્યાંથી ભેંસ નું કતલ કરેલ 170 કિલો મટન , લોખંડ ના કુહાડો,છરી, કાટો ,મટન જોખવાના છાબડા તથા તોલા મળી કુલ 500 રૂપિયાનો મુદામાલ કબજે કરી ચારેયની ધરપકડ કરી હતી.