બાળકીને જન્મ આપતા અટકાવવી તે માનસીક બીમારી છે. આવી બાબતો પોરબંદર જિલ્લામાં હરગીજ ચલાવી લેવાશે નહીં તેમ જણાવી કલેકટરએ કહ્યુ કે, સામાજીક જાગૃતિ સાથે સ્ત્રી ભ્રુણ હત્યામાં નિમિતત બનતા તમામ સામે કડકપણે કાયદાની અમલવારી થશે. તેમણે સોનોગ્રાફી સેન્ટરોના સરપ્રાઇઝ ચેકિંગ માટે પણ તાકીદ કરી હતી.
ગર્ભપાત નિવારણ ધારા અંતર્ગત કાર્યરત PNDTકમીટીની બેઠક યોજાઇ PNDT કમીટીના ચેરપર્સન ડો.સુરેખાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર સહિતઆ કમીટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં કલેકટરએ વધુમાં કહ્યુ કે, જિલ્લામાં સારી કામગીરી થાય તેનો યશ આપણે બધા લઇએ છીએ, પરંતુ ખોટું કરનારા નઠારા લોકો સામે હાર્ડ એકશન લેવાશે. તેમાં અધિકારીઓ ઢિલાશ રાખશેતો ચલાવી લેવાશે નહીં.
પોરબંદર જિલ્લામાં હાલ 33 સોનોગ્રાફી સેન્ટરો નોંધાયેલા છે. તેમજઆ મિટિંગમાં વધુ 2 સોનોગ્રાફી સેન્ટરોને સંપૂર્ણ તપાસ બાદ મંજુરી આપવા જણાવાયું હતું. પોરબંદર જિલ્લામાં સેકસ રેશીયો દર હજાર પૂરૂષે 941 મહિલાઓનો છે. આ પ્રમાણ વધારવુ એ સૌની જવાબદારી છે.
કાયદાની કડક અમલવારી થકી કોઇને હેરાન કરવાનો આશય નથી તેમ સ્પષ્ટ પણે જણાવી કલેકટરે લોકો વાસ્તવિકતા સ્વીકારે સમજે અનેના સમજેતો કાયદો-કાયદાનુ કામ કરશે. લોકો જાતે આવી માનસીકતામાંથી બહાર આવે તે આજના સમયની જરૂરીયાત છે. આ બેઠકની કાર્યવાહીનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાઠોડે કર્યું હતું. બેઠકમાં સમિતિના સભ્યો ડોકટરો ઉપસ્થિત રહ્યા હતાં.