પોરબંદરમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ ઝડપાયા - પોરબંદર
પોરબંદર: જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ તથા DySP જે.સી.કોઠીયાની સુચના તેમજ LCB PI પી.ડી.દરજીના માર્ગદર્શન હેઠળ PSI એચ.એન.ચુડાસમા તથા SOG સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.તે દરમિસાન PC સમીરભાઇ જુણેજાને માહીતી મળી હતી કે ભારવાડા ગામ પટેલ ફળિયામાં જુગારનો અખાડો ચલે છે. જે બાદ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.જેમાં પોલીસે 5 મહિલાઓ સહિત 9 લોકોની ધરપકડ કરી હતી.
![પોરબંદરમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4014922-thumbnail-3x2-ddddddd.jpg)
ફાઇલ ફોટો
જુદાર રમતા આ આરોપીઓમાં લાખીબેન , લીલાભાઇ ભાયાભાઇ પરમાર, ચેતન હર્ષદભાઇ જોશી ,મહેશ અરજનભાઇ ઓડેદરા, નરેશ અરવિંદભાઇ મેઘનાથી ,ભેનીબેન,મનુબેન ઉર્ફે મણકીબેન,ભારતીબેન ઉર્ફે ભુમિબેન, સોનલબેન ઉર્ફે રૂપાબેનના ઘરમાં જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂપિયા.72,750 તથા મોબાઇલ ફોન નં-7 કિમત.રૂપિયા.20500 મળી કુલ રૂપિયા 93250ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.આ તમામ આરોપીઓ વિરૂદ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.