- પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્રે મતદાર યાદી અંગે જાગૃત કરવા યુવાઓ સાથે વેબીનાર યોજ્યો
- મતદાન દ્વારા લોકશાહી કેવી રીતે મજબૂત કરી શકાય તેની માહિતી આપવામાં આવી
- વેબીનારમાં જોડાયેલા લોકોને ફોર્મ નંબર- 6ની વિગતવાર જાણકારી આપવામાં આવી
- વી. આર. ગોઢાણિયા કોલેજમાં યોજાયેલા વેબીનારમાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું
પોરબંદરઃ આ ઓનલાઈન વેબિનારમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. વી. ભાટી દ્વારા કોલેજના વિધાર્થીઓને હાલમાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-201 અન્વયે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ જ આ કાર્યક્રમની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વીપ નોડલ અધિકારીના પ્રતિનિધિ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈ. આઈ. સોની દ્વારા ભવિષ્યના યુવા મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં તેઓની ભૂમિકા તેમ જ મતદાન થકી લોકશાહી કેવી રીતે મજબુત કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. નવયુગ વિદ્યાલય, પોરબંદરના શિક્ષક અને બી. એલ. ઓ એમ. ડી. વાણવી દ્વારા મતદાર યાદીમાં નામ ઉંમેરવા માટે ફોર્મ. 6 ભરી મતદાન યાદીમાં તેઓનું નામ ઉમેરી શકાય તે માટે ફોર્મ નંબર-6ની વિગતવાર જાણકારી આ વેબિનારમાં આપવામાં આવી હતી.