પોરબંદર: હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન સર્જાયું છે અને આ કોરોનાનો કહેર અનેક દેશોમાં ફેલાયો છે. ત્યારે અનેક ગુજરાતીઓ અન્ય દેશોમાં ફસાયેલા હોવાથી વંદે ભારત યોજના હેઠળ ગુજરાતમાં સહી સલામત લાવવામાં આવી રહ્યા છે.
વંદે ભારત મિશન હેઠળ આબુધાબીથી માદરે વતન પોરબંદર પહોંચેલા લોકોએ સરકારનો માન્યો આભાર
વંદે ભારત મિશન હેઠળ આબુધાબીથી માદરે વતન પોરબંદર પહોંચેલા લોકોએ સરકારનો આભાર માન્યો હતો.
જેમાં ગઈ કાલે આબુધાબીમાં નોકરી અર્થે ગયેલા રામજીભાઈ શિયાણી આબુધાબીથી ફ્લાઇટમાં અમદાવાદ અને ત્યાંથી બસમાં પોરબંદર લાવવામાં આવ્યા હતા. તેઓને ગોઢાણીયા કોલેજ ડિસ્ટ્રીક કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. આ મહામારીમાં સરકારે મદદ કરતા અને હેમ ખેમ માદરે વતન પહોંચાડતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે નાયબ કલેક્ટર વિવેક ટાંકે જણાવ્યું હતું કે, વંદે ભારત યોજના અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને ગુજરાત લાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત પોરબંદર આવતા લોકો માટે ડિસ્ટ્રીક ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામા આવી છે. જો વ્યક્તિને પ્રાઇવેટ હોટલ રાખીને કોરોન્ટાઇન રહેવું હોય તો પણ તેની મરજી મુજબ રાખવામાં આવે છે.