પોરબંદર: ભાદર નદીમાં સતત બે દિવસથી વરસાદ પડતા જિલ્લાના કુતિયાણા તાલુકાનાં પસવારી અને માધવપુરને જોડતા મુખ્ય રસ્તાનાં બેઠા પુલ પર પૂર જેવી પરિસ્થિતિના કારણે મોટા વૃક્ષ રસ્તા પર ફસાઈ જતાં પાણીનાં પ્રવાહથી આજુબાજુના રોડ પર પાણી ભરાઈ ગયા હતા.
ભાદર નદીના બેઠા પુલ પર પૂરના કારણે વૃક્ષો ફસાયા, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા - People got into trouble
કુતિયાણાના પસવારી અને માધવપુરને જોડતા બેઠા પુલ પરના રસ્તા પર વરસાદ તેમજ ભારે પવનના કારણે મોટા વૃક્ષ ફસાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને લઈ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ, મામલતદાર પી ડબલ્યુ ડીનાં ઓફિસર સુરેશ પટેલ વગેરે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
જેના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા જમીનનું ધોવાણ થયું હતું. કુતિયાણાનાં આગેવાન ઠેબાભાઈએ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને જાણ કરી હતી અને રસ્તો ખુલ્લો કરવા અંગે રજૂઆત કરતા મામલતદાર પી ડબલ્યુ ડીનાં ઓફિસર સુરેશ પટેલએ રાજુભાઈ ઓડેદરાને જેસીબી મશીન ઘટના સ્થળે આવવા જાણ કરી હતી.
આ ઘટનાને પગલે ખેડૂતોને જે પાકનું નુકસાન થયું હતું અને જમીન ધોવાણ થયું તેની તાત્કાલિક સહાય મળે તેવી રજૂઆત કરી હતી. જેમાં સહયોગ આપતાં ઠેબાભાઈ ચોહાણ, પૂર્વ પ્રમુખ અરજણભાઇ ભાટુ, કોંગ્રસ આગેવાન નારણભાઈ માસ્તર, કોંગ્રસ આગેવાન અને કોંગ્રેસ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.