પોરબંદરઃ જિલ્લાનું જનસેવા કેન્દ્ર હવે કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવ્યું છે. જેના કારણે લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે. જન સેવા કેન્દ્ર પહેલાં સુદામા ચોક પાસે હતું, જે બસ સ્ટેન્ડથી નજીક છે. જેથી ગામડાના લોકો સરળતાથી પહોંચી દતા હતા, પરંતુ હવે આ જનસેવા કેન્દ્ર કલેક્ટર ઓફિસ પાસે ખસેડાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
પોરબંદર જનસેવા કેન્દ્રમાં કનેક્ટિવિટી સહિતની સમસ્યાથી લોકો પરેશાન - પોરબંદર પાલિકા
પોરબંદરનું જનસેવા કેન્દ્ર કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવ્યું છે. જેથી ગામડેથી આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
સવારથી લોકો લાઈનમાં આવી જાય છે અને તેમનો વારો 3-4 કલાકે આવે છે. આ ઉપરાંત ઉભેલા લોકોને તાત્કાલિક જવાબ પણ મળતા નથી અને કાગળ નહીં હોવા પર ઘરેથી લાવવાનું કહેવાય છે. જેથી ગામડાથી આવેલા લોકો ફરી આવે ત્યાં સુધીમાં સમય પૂર્ણ થઈ જાય છે અને ઓફિસ પણ બંધ થઈ જાય છે. જેના કારણે એક કામ કરવામાં 2થી 3 દિવસો નીકળી જાય છે.
ગામળેથી આવતા લોકો માગ કરી રહ્યા છે કે, જો ગામડામાં કોઈ સેમી સેન્ટર રાખવામાં આવે અને ત્યાંથી જનસેવા કેન્દ્ર અંગે માહિતી આપવામાં આવે તથા જરૂરી ડૉક્યુમેન્ટની તપાસ કરવામાં આવે, તો ગામડાના લોકો જનસેવા કેન્દ્ર સુધી તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આવી શકે છે.