ગુજરાત

gujarat

By

Published : May 19, 2020, 7:03 PM IST

ETV Bharat / state

પેન્શનરો હયાતીની ખરાઈ ઓનલાઈન કરાવી શકશે

રાજ્ય સરકારના હયાત પેન્શનરો તથા કુટુંબ પેન્શનરોએ ચાલુ વર્ષ માહે જુન-જુલાઇ-ઓગષ્ટમાં સંબંધિત બેન્કમાં જઇ હયાતીની ખરાઇ કરાવવાની રહેશે.

aarogya setu app
aarogya setu app

પોરબંદર: રાજ્ય સરકારના હયાત પેન્શનરો તથા કુટુંબ પેન્શનરોએ ચાલુ વર્ષ માહે જુન-જુલાઇ-ઓગષ્ટમાં સંબંધિત બેન્કમાં જઇ હયાતીની ખરાઇ કરાવવાની રહેશે. તથા પેન્શનરશ્રીઓ jeevan pramaan portal (www.jeevanpraman.gov.in) ઉપર પણ ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવી શકશે.

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સર્વિસ પેન્શનની આવક રુપિયા 5,50,0000 અથવા ફેમીલી પેન્શનની આવક રૂપિયા પ,00,000 કરતા વધુ થતી હોય તેવા પેન્શનરોએ પોતે કરેલા રોકાણોની પ્રમાણિત નકલ, પાનકાર્ડની પ્રમાણિત નકલ, પીપીઓ નંબરની વિગત સાથે વર્ષ 2019-20 દરમિયાન ભરેલા આવકવેરાની રકમના ચલણની નકલ સાથેની અરજી ટપાલ મારફત/ઇ-મેઇલ દ્રારા તિજોરીની કચેરીમાં 30 જુન સુધીમાં મોકલવાનું રહેશે. કચેરીનું ઇ-મેઇલ id : treasury-por@gujarat.gov.in છે.

પેન્શનરોએ પેન્શનને લગતા કોઇપણ કામ માટે 0286-2220422 નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે અને જાણ કર્યા બાદ જ રૂબરૂ આવવાનું રહેશે.

નોવેલ કોરોના વાઇરસ covid-19 ને નિયંત્રણમાં લાવવા તેમજ covid-19 ના સંક્રમણની શૃંખલા તોડવા માટે દરેક પેન્શનરોએ મોબાઇલ ફોનમાં “આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરવા અનુરોધ કરાયો છે.

જે કોઇ પણ પેન્શનરોને પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટની તાત્કાલિક જરૂરિયાત હોઇ તો તેના માટે ગુજરાત સરકારની cybertreasury.gujarat.gov.in વેબસાઇટ પર જઇ pension portal પરથી મેળવી શકાશે અથવા ટપાલ દ્રારા તિજોરી કચેરીમાં જાણ કરવાથી સંબંધિત પેન્શનરના ઘરે મોકલી આપવામાં આવશે. તેમ જિલ્લા તિજોરી અધિકારી દ્રારા જણાવાયુ છે.

ABOUT THE AUTHOR

...view details