ગુજરાત

gujarat

ETV Bharat / state

બિમાર અને નિઃસહાય દર્દીઓને માઁ કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલી: હોસ્પિટલમાં જ કાર્ડ કઢાવી આપવા કરાઇ રજૂઆત - vijay rupani government

પોરબંદર: સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ જે મોટી બિમારીથી પીડાતા હોય અને ઓપરેશનના ખર્ચને પહોંચી વળવામાં સક્ષમ ન હોય તેવા લોકોને મદદરૂપ થવા મા કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ અમુક દર્દીઓ કે જેઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને ચાલી શકે તેવી પણ પરિસ્થિતિ ન હોય તેવા લોકો પ્રત્યે માનવતા દાખવી સરકાર દ્વારા હોસ્પિટલમાં જ માઁ કાર્ડ કઢાવી આપવાની સગવડ ઉભી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદર

By

Published : Oct 11, 2019, 11:04 PM IST

પોરબંદરમાં આજે સ્વસ્તિક હોલ ખાતે વહીવટી તંત્ર દ્વારા રાજ્યના પ્રજાજનોના યોજનાકીય પ્રશ્નોનું નિરાકરણ થાય અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી તાલુકા કક્ષાએ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ કાર્યક્રમમાં માઁ કાર્ડ કઢાવવા માટે એક દર્દી આવ્યા હતા જેને જોઈને અનેક લોકો અચંબિત થઈ ગયા હતા.

બિમાર અને નિઃસહાય દર્દીઓને માઁ કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલી: હોસ્પિટલમાં જ કાર્ડ કઢાવી આપવા કરાઇ રજૂઆત

તેમની ચાલવાની પણ પરિસ્થિતિ ન હતી અને તેઓને તેના ભત્રીજા વિપુલભાઈ વાઢીયા દ્વારા છકડામાં લાવવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈ અનેક લોકોના હૃદય દ્રવી ઉઠ્યા હતા અને વિપુલભાઈ જણાવ્યું હતું કે દર્દીઓને અહીં સુધી લાવવામાં મુશ્કેલી પડે છે આથી સરકાર સમક્ષ એક જ રજૂઆત છે કે જે દર્દી હલનચલન ન કરી શકતો હોય તો તેમને હોસ્પિટલમાં જ તાત્કાલિક માઁ કાર્ડ કઢાવવામાં આવે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ગરીબ દર્દીઓ વધુ હેરાન ના થાય અને સરકાર આ બાબતે માનવતા દાખવે તેવી વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details