ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે, વડાપ્રધાન ઓચિંતી મુલાકાત લે તેવી માંગ - Dogs in patient ward at Porbandar hospital

એક તરફ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અને સેફટીની મોટી મોટી જાહેરાતો કરવા માં આવે છે. ત્યારે બીજી બાજુ પોરબંદરની હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં શ્વાન (Dogs in patient ward at Porbandar hospital) અને બિલાડી આંટા મારતા જોવા મળતા લોકો પણ આશ્ચર્ય પામે છે. આ સાથે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં (Porbandar Civil Hospital) દર્દીઓ રામ ભરોસે, વડાપ્રધાન ઓચિંતી મુલાકાત લે તેવી માંગ કરવામાં આવી છે.

Etv Bharatપોરબંદર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે, વડાપ્રધાન ઓચિંતી મુલાકાત લે તેવી માંગ
Etv Bharatપોરબંદર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે, વડાપ્રધાન ઓચિંતી મુલાકાત લે તેવી માંગ

By

Published : Nov 12, 2022, 6:47 PM IST

Updated : Nov 13, 2022, 5:02 PM IST

પોરબંદર: એક તરફ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં (Porbandar Civil Hospital)સ્વચ્છતા અને સેફટીની મોટી મોટી જાહેરાતો કરવા માં આવે છે. ત્યારે બીજી બાજુ પોરબંદરની હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં શ્વાન (Dogs in patient ward at Porbandar hospital) અને બિલાડી આંટા મારતા જોવા મળતા લોકો પણ આશ્ચર્ય પામે છે. આ બનાવનો પોરબંદર યુથ કોંગ્રેસ કાર્યકર દ્વારા વિડિઓ ઉતારી લેવામાં આવ્યો હતો.

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે, વડાપ્રધાન ઓચિંતી મુલાકાત લે તેવી માંગ
મોરબીમાં પુલની દુર્ઘટના: પગલા લેવાની માંગ- તાજેતરમાં મોરબીમાં બનેલ પુલની દુર્ઘટના બાદ વડા પ્રધાન મોદી એકાએક મુલાકાત લેવા આવવાના હોવાથી રાતો રાત રંગ રોગાન અને સાફસફાઈ કરવામાં આવી હતી. ત્યારે આજે તારીખ 2 નવેમ્બરના રોજ સવારે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં શ્વાન લટાર મારતા દેખાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે સમગ્ર બાબતે યુથ કોંગ્રેસના આગેવાન મિત સિંગરખિયાએ આ બાબતે કડક પગલાં લેવા માંગ કરી હતી અને વડાપ્રધાન ઓચિંતી મુલાકાત કરે તેમ જણાવ્યું હતું. જ્યારે આ બાબતે પોરબંદર સિવિલ હોસ્પિટલના આરએમઓ નિલેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરવામાં આવશે કયા સમયે આ ઘટના બની તે અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવશે.
Last Updated : Nov 13, 2022, 5:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details