ગ્લોબલ પાટીદાર સમિટ-2019ના ઉદ્ધટન પૂર્વે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલી સરદાર પટેલની 50 ફૂટની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે. જે બાદ આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
અમદાવાદમાં આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ધઘાટન, 3 દિવસ સુધી ચાલશે સમિટ - ahmedabad
અમદાવાદઃ સરદારધામ દ્વારા આજથી ગ્લોબલ પાટીદાર સમિટ-2019નું આયોજન કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરશે. આ કાર્યક્રમમના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહેશે. 3, 4 અને 5 જાન્યુઆરી સુધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગ્લોબલ પાટીદાર સમીટ-2019નું આયોજન કરવામાં આવશે
ગ્લોબલ પાટીદાર સમિટ-2019માં 1000 પાટીદારોના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. જેમાં 1000 જેટલા સ્ટોલ પણ લગાવવામાં આવશે. જેમાંથી 50 જેટલા સ્ટોલ નવા ઇનોવેશન સાથે આવનાર યુવાઓ માટે હશે. આ ઉપરાંત કેટલાક સ્ટોલ અન્ય સમાજના લોકોને પણ ફાળવવામાં આવશે.