ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદીએ હિન્દૂ અને મુસલમાનો માટે કાંઈ નથી કર્યું : પરેશ રાવલ - Kutiyana

પોરબંદર: લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઠેરઠેર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મધ માટે સ્વભાવ ભરી રહ્યા છે. ત્યારે પોરબંદરના કુતિયાણા ગામે શુક્રવારે સાંજે ભાજપ દ્વારા એક સભા યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રચારક પરેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને પરેશ રાવલે કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 20, 2019, 2:44 AM IST

પરેશ રાવલ સભા સંબોધતા જણાવ્યું હતું કે, મોદી એ જ કહ્યું છે કે, તેને હિન્દુ માટે કંઈ નથી કર્યું અને મુસ્લિમો માટે કંઈ નથી કર્યું પરંતુ જે કંઈ કર્યું છે તે દેશ માટે કર્યું છે આ ઉપરાંત સરદાર પટેલના મુદ્દે કોંગ્રેસે કંઈ કર્યું નથી. આથી સરદાર પટેલ પર તેને કંઈ બોલવાનો અધિકાર નથી. એમ જણાવ્યું હતું કોંગ્રેસને સત્તા ભૂખ છે અને કોંગ્રેસે ખતરનાક ષડયંત્ર કર્યું છે કોંગ્રેસે મુસલમાનોને અભણ રાખ્યા છે જેથી તેઓ કોંગ્રેસ ને જ મત આપે પરંતુ મોદીના વિચાર મુજબ મુસલમાન એવા હોવા જોઈએ કે જેના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય આમ મુસલમાનોમાં બંદગી સાથે ભણતરને રાખી ભાવિ ઉજ્જવળ કરી શકે તેવા બનવા જણાવ્યું હતું.

ભાજપ પ્રચારક પરેશ રાવલ


સભામાં પરેશ રાવલ સાથે કુતિયાણાના નગરપાલિકાના પ્રમુખ ઢેલી બેન ઓડેદરા ,રાણીબેન કેશવાલા ,ચેતનાબેન તિવારી ,અશોક મોઢા ,પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ મોરી સહિત ના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details