પોરબંદર અને શાલીમાર વચ્ચે પાર્સલ ટ્રેન ફરી શરુ થશે - પોરબંદર કોરોના અપડેટ
લૉકડાઉન દરમિયાન રેલવે દ્વારા સ્પેશિયલ પાર્સલ ટ્રેન દેશના મુખ્ય શહેરોમાં ખાણીપીણીની વસ્તુઓ સાથે અન્ય આવશ્યક વસ્તુઓ પહોંચાડવાના હેતુથી શરૂ કરવામાં આવશે. ભાવનગર મંડળના પોરબંદર રેલવે સ્ટેશનથી અતિ આવશ્યક સામગ્રી સાથે અન્ય વસ્તુઓની હેરફેર માટે શાલીમાર સુધી ટ્રેન ચાલી રહી છે. હજુ વધુ આઠ ફેરા આ ટ્રેન કરશે તેમ રેલવે અધિકારીએ જણાવ્યું છે.
પોરબંદર : ભાવનગર મંડળના વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક વિકે ટેલર દ્વારા અપાયેલી માહિતી અનુસાર પોરબંદરથી શાલીમાર સુધી અન્ય પાર્સલ સ્પેશિયલ ટ્રેન 00913 18 એપ્રિલ 2020, 20 એપ્રિલ 2020, 22 એપ્રિલ 2020, 24 એપ્રિલ 2020 અને 26 એપ્રિલ 2020ના રોજ ચાલશે.
ઉપરોક્ત પાર્સલ ટ્રેન પોરબંદરથી 8:00 નીકળશે અને ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ કલાકે શાલીમાર રેલવે સ્ટેશન પહોંચશે. આ જ રીતે શાલીમાર સ્ટેશનથી રિટર્ન રાત્રે 22.50 વાગે નીકળી ત્રીજા દિવસે સાંજે 18.25 કલાકે પોરબંદર સ્ટેશને પહોંચશે.
આ પાર્સલ ટ્રેન બંને દિશાઓમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, દુર્ગા, રાયપુર, બિલાસપુર, ઝાડસુગુડા જંકશન, રાઉલકેલા, ચક્રધાર્પુર, ટાટા નગર અને ખડકપુર સ્ટેશન પર ઉભી રહેશે.
આ પહેલા પાર્સલ સ્પેશિયલ ટ્રેન પોરબંદરથી શાલીમાર માટે 9 એપ્રિલ 2020 અને 12 એપ્રિલ 2020 ના રોજ જઈ ચુકી છે. ફરીથી પાર્સલ સ્પેશિયલ ટ્રેન પોરબંદરથી સાલીમાર માટે 14 એપ્રિલ 2020ના રોજ જશે, ટ્રાન્સપોર્ટ વ્યાપારી આ ટ્રેનનો લાભ લઇ શકે છે. આ પાર્સલ ટ્રેન તેના નિર્ધારિત માર્ગમાં નિર્ધારિત સમય સારણી અનુસાર ઉભી રહેશે તેમ રેલવે અધિકારીએ યાદીમાં જણાવ્યું છે.