પોરબંદર: પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય બોટના અપહરણના બનાવો બને છે. ત્યારે ફરી પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા ભારતીય બોટ અને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોરબંદરની દેવલાભ નામની બોટ હાથમાં ન આવતા પાકિસ્તાનના મરીન સિક્યુરિટી ફોર્સના જવાનોએ પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.
પાક.ની નાપાક હરકત, દેવલાભ નામની બોટ પર કર્યું ફાયરિંગ: ખલાસી ઈજાગ્રસ્ત - Pakistan fired on Devlabha boat in Porbandar
પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા મધ દરીયે ભારતીય જળસીમામાં ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક ખલાસીને હાથમાં ગોળી વાગી હતી. આજે આ બોટ પોરબંદરના દરિયા કિનારે પહોંચી છે. ઈજાગ્રસ્ત ખલાસીને પોરબંદરમાં સારવાર આપવામાં આવી હતી.
પાકની નાપાક હરકત દેવલાભ નામની બોટ પર કર્યા પાંચ ફાયરિંગ : ખલાસીને એક ગોળી હાથમાં વાગતા ઇજા
પોરબંદરના દેવલાભ નામની બોટમાં કુલ પાંચ ખલાસીઓ હતા જેમાંથી ખલાસી ધીરુભાઈને હાથમાં ગોળી વાગી હતી.ગુરૂવારે વહેલી સવારે દેવલાભ નામની બોટ પોરબંદર પરત ફરી હતી અને ઈજા ગ્રસ્ત ખલાસીને પોરબંદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. વારંવાર પાકિસ્તાનની અવળચંડાઈના કારણે અનેક ભારતીય માછીમારો આ ઘટનાનો ભોગ બને છે ત્યારે આ ઘટનાઓ બનતી રોકવામાં આવે તેવી રજૂઆત નેશનલ ફીશ ફોરમના મનીષભાઈ લોઢારીએ સરકારને કરી હતી.