ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ અને દ્વારકાધીશની કૃપાથી સુદામાપુરીનું ટળ્યું સંકટ, વાયુ વાવાઝોડાએ બદલી દિશા - Vayu cyclone

પોરબંદર: દ્વારિકા અને સોમનાથ વચ્ચે આવેલા સુદામા નગરી પોરબંદરમાં "વાયુ" વાવાઝોડાના કારણે સંકટ આવ્યું હતું. પરંતુ સોમનાથના શિવજી અને દ્વારિકાના દ્વારકાધીશની કૃપાથી પોરબંદરનું સંકટ ટળ્યું હતું. આ છબીને રજૂ કરતો ચિત્ર પોરબંદરના એક ચિત્રકાર કરસન ભાઈ  ઓડેદરાએ બનાવ્યું હતું.

સોમનાથ અને દ્વારકાધીશ વાવાઝોડાને રોકતો ચિત્ર

By

Published : Jun 14, 2019, 3:08 AM IST

પોરબંદરના જાણીતા ચિત્રકાર કરશનભાઈએ કૃષ્ણ સખા સુદામાની સુદામપુરી તરીકે ઓળખાતા શહેરમાં "વાયુ "નામના વાવાઝોડા રૂપી સંકટ મંડરાઇ રહ્યું હતું, પરંતુ આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાયું હતું. જ્યારે આ વાવાઝોડાનું સંકટ રાજ્ય પરથી ટળ્યું હતું તો આ ઘટનાને લોકોમાં પણ આસ્થાની લાગણી જાગી હતી.

દ્વારિકાધીશના મંદિર પર એક સાથે બે ધ્વજા ફરકાવવામાં આવી હતી, તો સોમનાથ મંદિરે પોરબંદરમાં વાવાઝોડાનું સંકટ ટળે તે માટે અનેક લોકોએ પ્રાર્થના કરી હતી. આ ચિત્રમાં જોઈ શકાય છે ચિત્રકારે લોકોની લાગણીને ચિત્ર સ્વરૂપે રજૂ કરી હતી,

જેમાં સુદામા પુરીની રક્ષા કરતા સોમનાથ મહાદેવ અને દ્વારિકાધીશ વરુણ દેવના શાંત પાડતા હોય તેવું દર્શાવામાં આવ્યું હતું.તો સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details