માધવપુર આશ્રમમાં કરવામાં આવી ધામધૂમપૂર્વક ઉજવણી પોરબંદરઃ ઓશો રજનીશનો જન્મ દિવસ આજે 11મી ડિસેમ્બર છે. ઓશો તરીકે પ્રચલિત એવા આ આધ્યાત્મિક સંતે અનેકના જીવનમાં ચેતનાનો પ્રકાશ પાથરીને તેમનો મોક્ષ કરાવ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં તેમના ભક્તો વસે છે તેઓ ઓશોના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. પોરબંદરના માધવપુર ખાતે ઓશો સન્યાસ આશ્રમમાં પણ ભક્તોએ ઓશો જન્મ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી છે.
સમાધિ પર લખાયું છે અદભુત વાક્યઃ ઓશોનો જન્મ મધ્ય પ્રદેશના કૂચવાળા ગામમાં 11 ડિસેમ્બર 1931માં થયો હતો. 21 માર્ચ 1953ના દિવસે જીવનમાં પરમ જ્ઞાનનો વિસ્ફોટ થયો. તે બુદ્ધત્વને ઉપલબ્ધ થયા અને 19 જાન્યુઆરી 1990માં ઓશો કોમ્યુન ઇન્ટરનેશનલમાં દેહ ત્યાગ કર્યો. તેમની સમાધિ પર સુવર્ણ અક્ષરોમાં કોતરાયેલ અત્યંત મહત્વનું, વિચારણીય, ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ "નેવર બોર્ન નેવર ડાય ઓન્લી વિઝિટેડ ધિસ પ્લાનેટ અર્થ બીટવિન 11 ડિસેમ્બર 1931થી 19 જાન્યુઆરી 1990."
જોરબા ધી બુદ્ધાઃ ઓશો એક નવોન્મેષ છે તેમણે નવી મનુષ્યતાની વ્યાખ્યા કરી છે. જે પ્રમાણે નવો મનુષ્ય "જોરબા ધી બુદ્ધા" છે. જેણે જોરબાની જેમ ભૌતિક જીવનનો પૂરેપૂરો આનંદ માણ્યો છે અને ગૌતમ બુદ્ધની જેમ મૌન થઈને ધ્યાનમાં ઉતરવા પણ સક્ષમ છે. આમ, આ મનુષ્ય ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સમૃદ્ધ છે તે જોરબા ધી બુદ્ધા.
સાહિત્યનો સાગરઃઓશોએ શિષ્યો, સન્યાસીઓને જ નહિ પરંતુ સમગ્ર માનવજાતને વિવિધ સમસ્યાઓમાંથી બહાર આવવા માર્ગો રજૂ કર્યા છે. તેમણે શિષ્યોને આપેલા પ્રવચનો પુસ્તક, સીડી, કેસેટ તેમજ વિવિધ માધ્યમોમાં સચવાયા છે. તેમના પુસ્તકોનો 30થી વધુ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. એટલું જ નહીં તેમને પીરસેલું જ્ઞાન અને વિચારો ઓશોને આધ્યાત્મિક સંત ઉપરાંત એક મોટા ફિલસુફ તરીકે પણ પોટ્રેટ કરે છે.
તસવીર બનાયે ક્યા કોઈ યા કોઈ લીખે તુજ પે કવિતા, રંગો-છંદો મેં સમાયે કિસ તરહ કી સુંદરતા, એક ધડકન હે તું દિલ કે લિયે, એક જાન હે જીને કે લિયે, આચલ કે તે તાર બહુત કોઈ ચાક જીગર સીને કે લિયે....ઓશોની સમાધિ પર લખાયેલા શબ્દો વિઝિટેડ પ્લાનેટ અર્થનો મતબલ છે કે એક ડોક્ટર જેમ દર્દીની વિઝિટ કરે છે તેમ ઓશોઓ આ પ્લાનેટની વિઝિટ કરી હતી. બીજું ઓશોની સિગ્નેચર. ઓશોએ સ્વયં કહ્યું હતું કે આ સિગ્નેચર પર આવનારી પેઢીઓ વર્ષો સુધી સંશોધન કરશે. તેમની સમાધિ પર લખેલ વાક્ય અને તેમની સિગ્નેચરના સંદર્ભે કહી શકાય કે સુપર હ્યુમન સાથે કોમ્યુનિકેશનો માર્ગ તેમની સિગ્નેચરમાં છુપાયેલ છે. આ રહસ્યને ડિકોડ કરવા આપણે આપણા સાયલન્સ ઝોનમાં જવું પડે...ગોપાલ સ્વામી(સન્યાસી, માધવપુર ઓશો આશ્રમ, પોરબંદર)
- મોરબી જિલ્લામાં ઓશો ધ્યાન શિબિર યોજાઈ
- પ્રખર વકતા ચિંતક ઓશો પછીના ફિલોસોફર એવા ભગવાન બ્રહ્મવેદાંતજી 89 વર્ષની ઉંમરે બ્રહ્મલીન