ગુજરાત

gujarat

ETV Bharat / state

માનસિક રીતે અસ્થીર યુવાનને ખેતરના વીજતારને અડકતા મોત

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવના આદિત્યણા ગામના તળ સીમમાં રહેતા પ્રવિણ હિરજી કંટારિયાની ખેતરમાં પાકને નુકશાન ન થાય તે હેતુથી ઇલેકટ્રીક વાયરનો પ્રવાહ ચાલુ રાખવાથી ખેતરના શેઢેથી નીકળતા માનસિક રીતે અસ્થીર યુવાનને કરંટ લાગતા મૃત્યુ નીપજયું હતુ.

ખેતરમાં ગોઠવેલ વીજતારને અડકતા રાણાવાવના યુવાનનું મૃત્યુ

By

Published : Jun 28, 2019, 6:35 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ આદિત્યણા ગામના તળ સીમમાં રહેતા પ્રવિણ હિરજી કંટારિયાની ખેતર વાડી ભાગીદારીમાં સરમણ ભોજાભાઈ મોકરિયાને ખેતી કરવા આપી હતી અને આ ખેતર વાડીમા તેઓએ મગફળીનું વાવેતર કર્યુ હતુ. જે મગફળીના પાકને પશુઓ નુકશાન ન કરે તે માટે ખેતરના શેઢે તેઓ જાણતા હોવા છતાં કે ઇલેકટ્રીક વાયરનો પ્રવાહ ચાલુ રાખવાથી હીરાબેન જમરીયા , ઉ.વ.58 , ઘરકામ રહે ભોદગામ નવાપરા તા. રાણાવાવના માનસિક અસ્થીર પુ્ત્ર ગોપાલભાઇ ખેતરના શેઢેથી નીકળતા હતા તે દરમ્યાન તેને કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતુ.

આમ ખેતર માલિક અને ભાગીદારે ઇલેકટ્રીક કરંટ ગોઠવી એકબીજાને મદદગારી કર્યાનો ગુન્હો રાણાવાવ પોલીસ મથકે મૃતકની માતાએ નોંધાવ્યો છે.જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details