પોરબંદર: શહેરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કોવિડ-19 માંથી મળતી માહિતી પ્રમાણે 10 જૂનના શહેરની વાઘેશ્વરી સોસાયટીમાં 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ જે છેલ્લા સપ્ટેમ્બર માસથી અમદાવાદ ખાતે જ હતા તેને અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃધ્ધનું રહેણાંકનું સરનામું પોરબંદરનું હોવાના કારણે રાજ્ય સરકારના આંકડામાં પોરબંદર જિલ્લામાં કેસ ગણાવ્યો છે.
મૂળ પોરબંદરના અને હાલ અમદાવાદમાં રહેતા વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - isolation ward
કોરોના મહામારી દેશભરમાં ફેલાઈ છે. ત્યારે કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. જેની સામે કોરોના પોઝિટિવ દર્દીઓની તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે અને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.
corona-positive-
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 13 કેસ થયા છે. પોરબંદર આઇસોલેશન વોર્ડમાં કોરોનાનો માત્ર 1 પોઝિટિવ દર્દી સારવાર લઈ રહ્યો છે. જામનગર મોકલવામાં આવેલા તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે આજે તારીખ 12 જૂનના રોજ 36 સેમ્પલ મોકલવામાં આવશે.