ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓનલાઇન કાર વેચવા મુકનારા પોરબંદરના શખ્સ સાથે થઈ છેતરપિંડી - Cyber Crime

જૂની વસ્તુઓ વેચવા માટે અનેક વેબસાઇટ એવી છે જેમાં તમારી વસ્તુનો ફોટો મુકો એટલે તે વસ્તુઓ જે લોકોને પસંદ હોય તે વેબસાઈટના માધ્યમથી તમારો સંપર્ક કરી શકે છે, પરંતુ અનેક ભેજાબાજ લોકો આ સુવિધાનો ગેર ફાયદો ઉઠાવી લોકો પાસેથી છેતરપિંડી કરી રહ્યા છે. પોરબંદરના એક શખ્સે પોતાની કાર વેબસાઈટમાં વેંચવા મૂકી હતી અને 4800 ગુમાવ્યા હતા. જોકે, સાયબર ક્રાઈમમાં જાણ કરતા રૂપિયા પરત મળ્યા હતા.

પોરબંદરના શખ્સ સાથે થઈ છેતરપિંડી
પોરબંદરના શખ્સ સાથે થઈ છેતરપિંડી

By

Published : Jan 22, 2021, 6:09 PM IST

  • પોરબંદરના શખ્સ સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી
  • શખ્સે પોતાની કાર વેબસાઈટમાં વેંચવા મૂકી હતી
  • અજાણ્યા ઈસમે લીંક મોકલી રૂપિયા 4800ની કરી ઉઠાંતરી

પોરબંદરઃ શહેરમાં રહેતા નયન ગોટેચા એ પોતાની કાર વેચવા માટે ઓનલાઈન વેબસાઈટ પર મૂકી હતી અને તેમને તારીખ 19ના રોજ એક ગ્રાહકે ભાવનગરથી ફોન કર્યો અને કહ્યું કે અમને આ કાર પસંદ છે અને ટોકન પેટે રૂપિયા 20,000 ઓનલાઈન પે કરી દેશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત પોલીસ

રૂપિયા 4800 ગુમાવવા પડયા

નયન ગોટેચા આ એપ વિશે જાણતા ન હોવાથી તેના સહકર્મી નયન મોતીવરસના મોબાઈલ માંથી એક લીંક મોકલી હતી. જે ગ્રાહકે કહ્યા મુજબ કરતા થોડી વારમાં જ બે ટ્રાંજેકશનમાં રૂપિયા 4800 ગુમાવવા પડયા હતા.

પોરબંદરના શખ્સ સાથે થઈ છેતરપિંડી
છેતરપીંડી થયાનું માલુમ પડતા સાયબર ક્રાઇમનો સમ્પર્ક કર્યોપોતાના ખાતામાંથી રૂપિયા 4800ની ઉઠાંતરી થતા નયનભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોરબંદર ટેકનિકલ સેલના પીએસઆઇ અને પોરબંદર સાયબર ક્રાઇમના પી.એસ.આઇ તથા તેમની ટીમ તેમજ અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા તાત્કાલિક સંયુક્ત કાર્યવાહીથી 24 કલાકમાં નયનભાઈના અકાઉન્ટમાં પૂરેપૂરી રકમ 4800 પરત મેળવી આપી હતી.

સાયબર ક્રાઈમ સહિતની તમામ પોલીસનો આભાર માન્યો

નયને સાયબર ક્રાઈમ સહિતની તમામ પોલીસનો આભાર માન્યો હતો. પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ આવા કોઈ પ્રકારના ફોનનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

ઓનલાઇન કાર વેચવા મુકનારા પોરબંદરના શખ્સ સાથે થઈ છેતરપિંડી

ABOUT THE AUTHOR

...view details