ગુજરાત

gujarat

ETV Bharat / state

કુતિયાણામાં કોરોનાનો કેસ પ્રકાશમાં આવ્યો, રણજીતનગર વિસ્તાર કન્ટેઈન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર - Containment zones of porbandar

કુતિયાણામાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા તેને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ સવારે 8 કલાકથી બપોરે 3 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.

કુતિયાણામાં કોરોનાનો કેસ સામે આવતા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો
કુતિયાણામાં કોરોનાનો કેસ સામે આવતા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો

By

Published : Jun 1, 2020, 11:00 PM IST

પોરબંદર: કુતિયાણા તાલુકામાં નોવેલ કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ સામે આવતા વાઇરસનાં ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઈ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર કલેકટર ડી.એન. મોદીએ કુતિયાણા ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે જેમાં તાલુકાના રણજીતનગર વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

કુતિયાણામાં કોરોનાનો કેસ સામે આવતા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો
ચીજવસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ માટે પરવાનગી સાથે અને મેડીકલ ઇમરજન્સી માટે કામ કરતા વ્યક્તિઓ અવર-જવર કરી શકશે. આ કર હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહી,

આવશ્યક સેવાઓ સવારે 8 કલાકથી બપોરે 3 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. લોકોની આવનજાવન માટે વાહનોની ચકાસણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details