એક પણ એક્ટિવ કેસ નહીં હોવાને કારણે પોરબંદર જિલ્લો હાલ પુરતો કોરોના મુક્ત બન્યો - પોરબંદર
પોરબંદરમાં છેલ્લા 10 દિવસથી સારવાર મેળવતો કાટેલા ગામનો 21 વર્ષનો યુવાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
![એક પણ એક્ટિવ કેસ નહીં હોવાને કારણે પોરબંદર જિલ્લો હાલ પુરતો કોરોના મુક્ત બન્યો patient](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7664922-398-7664922-1592463581553.jpg)
patient
પોરબંદરઃ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસથી સંક્રમિત 21 વર્ષના યુવાનને દસ દિવસની સઘન સારવાર બાદ કોરોના પોઝિટિવ મુક્ત બનતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં અત્યાર સુધી કોરોના મહામારીનાં 11 કેસ નોંધાયા હતા. જેમાં 10 કેસ સંપૂર્ણ સ્વસ્થ થયા છે, જ્યારે 1 દર્દીનું મોત થયું હતું. હાલ પોરબંદર જિલ્લો કોરોનાથી મુક્ત જિલ્લો બન્યો છે.
ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં આવતા કોરોના પોઝિટિવના તમામ દર્દીઓ સાજા થઇને હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોકટર્સ બધા સારવાર આપવાની સાથે હૂંફ આપે છે, જે ખાસ જરૂરી હોય છે. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે દર્દીઓની સેવામા 24 કલાક કાર્યરત હોસ્પિટલ સ્ટાફ પોઝિટિવ વિચારો તથા આધુનિક સારવાર થકી કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપી સાર સંભાળ રાખે છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા 10 દિવસથી સારવાર મેળવી રહેલા કાટેલા ગામનો 21 વર્ષીય યુવાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે હોસ્પિટલ સ્ટાફ તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.Last Updated : Jun 23, 2020, 3:15 PM IST