LCB પોલીસના પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બોરીચા તથા સંજયભાઇ ચૌહાણને માહિતી મળી કે, ઓડદર ગામના દરીયાકાંઠે બાવાજી સ્મશાન પાસે દરીયાની ખારી રેતીનુ ખનન કરી બે શખ્સો ચોરી કરી રહ્યા છે. આ જગ્યાએ પોલીસે રેડ પાડતા ઓડદર ગામના પરબત મકવાણા રીક્ષામાં આશરે ખારી રેતી ૩૫ મણ ભરતા ઝડપાયો હતો.
પોરબંદરમાં વધુ એક રેતી ચોર ઝડપાયો - IGP
પોરબંદરઃ જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારોમાં દરીયાઇ રેતીના ઘણા બનાવો સામે આ્યા હતા. તેથી રેતી ચોરીના ગુનાઓને અટકાવવા માટે જુનાગઢ રેન્જ IGP સુભાષ ત્રિવેદી, પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા LCB PI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફે પોરબંદર દરીયાકાંઠાના વિસ્તારોમા સઘન પેટ્રોલીંગ કરી રહ્યા છે.

રેતી ચોર
પોલીસને આરોપી પાસેથી એક રિક્ષા જેની કિંમત આશરે 50 હજાર અને 350ની રેતી મળી કુલ 50,370ના મુદ્દામાલ સાથે પકડી પાડી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ-379, 114 તથા ખાણખનીજ અધિનિયમ 1957ની કલમ-21(5), 4(1), 4(1)A મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.