ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું - Porbandar Corona patients

પોરબંદરની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેમાં હાલ 20 બેડ કાર્યરત કરાયા છે. દર્દીઓના પરિવારજનો પણ હોસ્પીટલના વિકલ્પ તરીકે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરની પ્રશંસા કરી રહ્યા છે.

પોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
પોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

By

Published : May 2, 2021, 10:33 PM IST

  • પોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
  • પોરબંદરના કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ લઇ રહ્યા છે રાહતનો શ્વાસ
  • સરકારી આયુર્વેદ હોસ્પીટલ ખાતે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં 20 બેડ કાર્યરત

પોરબંદર: કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર અને જરૂરી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરાયા છે. જિલ્લા તંત્ર દ્વારા જિલ્લામાં પણ જુદા જુદા સ્થળોએ આવા સેન્ટર્સ શરૂ કરાયા છે. જ્યા મેડીકલ ટીમ દ્વારા દર્દીઓને સારવાર પુરી પાડવામા આવે છે. જિલ્લામાં અત્યાર સુધી છ સેન્ટર કાર્યરત હતા. સરકારી આયુર્વેદ હોસ્પીટલ ખાતે શરૂ કરાતા હાલ કોવિડ કેર સેન્ટર સાત થયા છે.

દર્દીઓ માટે મેડીકલ ઓફિસર, સહિતનો સ્ટાફ 24 કલાક ફરજ બજાવી રહ્યો છે

કોવિડ કેર સેન્ટરમા કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરીયાત મુજબની તમામ સારવાર આપવામાં આવે છે. દર્દીની તબિયત વધુ ખરાબ થાય તો એમ્બ્યુલન્સ મારફત તુરંત હોસ્પિટલ લઇ જવાય છે. પોરબંદર સરકારી આયુર્વેદ હોસ્પીટલ ખાતે શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં 20 બેડ કાર્યરત છે. જેમા હાલ 10 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

સ્ટાફ 24 કલાક ફરજ બજાવે

પોરબંદરની કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ માટે મેડીકલ ઓફિસર, સહિતનો સ્ટાફ 24 કલાક ફરજ બજાવે છે. પોરબંદર જિલ્લા કલેકટર ડી. એન. મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીના સંકલન હેઠળ સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્રની ટીમ કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details