પોરબંદર : જિલ્લામાં વધુ એક 23 વર્ષના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોરબંદરમાં હવે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોરબંદરમાં અગાઉ 30 માર્ચના રોજ પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો હતો અને ત્યાર બાદ બે દિવસ પછી બે પોઝિટિવ કેસ નોંધાયા હતા, આથી કુલ 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા અને તેઓને સારવાર મળતા ગ્રીન ઝોન જાહેર કરાયુ હતું.
પોરબંદરમાં તારીખ 8 ના રોજ મુંબઇથી આવેલા અને હોમ કોરોન્ટાઇનમાં રખાયેલા 50 વર્ષના આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત તારીખ 16 મેંના રોજ પોરબંદરના ઝુંડાળા વિસ્તારના એક વ્યકિતનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેઓ બે દીવસ પહેલા 51 લોકો સાથે બસ માં અમદાવાદથી પોરબંદર આવ્યા હતા, આથી તેઓ ડિસ્ટ્રિક્ટ કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.
અમદાવાદથી બસ દ્વારા પોરબંદર આવેલા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - અમદાવાદથી બસ દ્વારા પોરબંદર આવેલા યુવાન કોરોના પોઝિટિવ
તારીખ 16 મેં ન રોજ પોરબંદરથી જામનગર ખાતે કુલ 50 લોકોના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા .જેમાં એક રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફરી ભય ફેલાયો છે .
અમદાવાદથી બસ દ્વારા પોરબંદર આવેલા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
પોરબંદરમાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 5 થઈ જેમાં ત્રણને સજા થતા હોસ્પિટલમાં થઈ મુક્ત કર્યા છે આમ હવે કુલ બે પોઝિટિવ કેસ એક્ટિવ છે.
TAGGED:
one more corona case noted